________________
ર૭૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ હતાં, તેમના મઠ જતા હતાં, ગુરુએ જૂદા હતાં તે પછી ભગતડાઓ જુદા હોય તેમાં શું નવાઈ? જીવાદિ તત્વે સ્વભાવત છે -
સ્વભાવથી જ એટલે કે પદાર્થો પિતાની મેળે જ તથા તથા પરિણામમાં પરિણત થઈ જાય છે, તેથી કાળને કે નિયતિને માનવાની આવશ્યક્તા નથી, પણ સંસારનું સંચાલન જ સ્વભાવગત છે. અન્યથા બાવળના કાંટાઓ તી શી રીતે થાય? મૃગ અને પક્ષીઓનાં રંગરૂપ જૂદા જુદા વિચિત્ર સ્વરૂપે કોણે બનાવ્યા? કમળના પાંદડાઓમાં સુન્દરતા ક્યાંથી આવી? હરિણીઓની આંખમાં આટલું સૌન્દર્ય કેણે મૂક્યું ? મયૂરની પાંખે આટલી બધી રંગર ગીલી કેમ? ખાનદાન માનવને વિનય વિવેકના પાઠ ક્યાંથી આવડ્યાં? ઈત્યાદિ પ્રસંગમાં સ્વભાવ સિવાય બીજું કારણ કર્યું? પુરુષ હજાર પ્રયત્ન કરે તે પણ ઉપર્યુક્ત વસ્તુઓ સુંદર ન જ બનાવી શકે. ગર્ભધારણ કરવાને સમય છે, પુરુષાર્થની અનુકૂળતા છે, નિયતિ પણ પ્રતિકૂળ નથી છતાં વાંઝણ સ્ત્રીને ગર્ભધારણ થવાનું છે જ નહીં માટે દુનિયાભરના મંત્રે, જગે, ઉપાસના, વાસનિક્ષેપ કે કોઈને આશીર્વાદે પણ એકવાર નહિ પણ હજારેવાર નિષ્ફળ જાય છે. આ કારણે જ જીવાદિ ત કાળકૃત નથી, નિયતિકૃત નથી પણ સ્વભાવકૃત છે. ઈશ્વ રકૃતિ :
એક મતમાંથી બીજા મતે ફૂટવાના હેય છે ત્યારે સૌની બુદ્ધિમાં -
સામ્યભાવ મટે છે અને વૈષમ્યભાવ આવે છે.