________________
૨૭૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ લઈને છે, તથા ઘટપટ મકાન આદિ પદાર્થો જડ છે. તે તે જડથી સર્વથા વિપરીત ચેતન સ્વરૂપે આત્મા હો જોઈએ. સારાંશ કે સંસારના પદાર્થોનો અનુભવ કર્યા પછી જ આત્મા તરફ લક્ષ્ય જાય છે. તેથી આત્માની સિદ્ધિ માટે જડ પદાર્થોની અપેક્ષા રહેલી જ છે. માટે આત્મા પરતઃ સિદ્ધ છે. આવી સ્થિતિમાં પણ કેટલાક પરવાદીઓ આત્માને નિત્ય તથા કેટલાક અનિત્ય માને છે. આ પ્રમાણે :
(૧) આત્મા સ્વતઃ નિત્ય જ છે. (૨) આત્મા સ્વતઃ અનિત્ય જ છે. (૩) આત્મા પરતઃ નિત્ય જ છે. (૪) આત્મા પરતઃ અનિત્ય જ છે.
એકલા જીવતવના આ ચાર મતાંતરો થયા. તેવી રીતે અજીવતત્વના સ્વતઃ, પરતઃ, નિત્ય અને અનિત્યરૂપે ચાર ભેદ જાણવા. યાવત્ મોક્ષ સુધી ૪૯=૩૬.
જીવાદિ ત કાળક્ત છે '
કાળવાદીઓનું મંતવ્ય છે કે જીવાદિ બધાય ત કાળકૃત છે એટલે કે જીવાદિત છે. તેમના વ્યાપારને અનુભવ કાળને લઈને જ થાય છે માટે તે કાળકૃત છે. દ્રવ્યમાત્રની સ્થિતિ, ઉત્પત્તિ અને પ્રલયમાં કાળને જ પ્રત્યક્ષ પ્રભાવ છે. જીવનું જન્મ-મરણ પણ કાળને આધીન છે. પ્રસૂતિના સમય પહેલાં ડેકટરોના કે નર્સોના હજાર પ્રયત્ન હોવા છતાં કેઈને પણ પ્રસૂતિ થતી નથી, થઈ નથી, થશે પણ નહીં. તેવી રીતે મરણ પણ ઈશ્વરાદિને આધીન નથી પણ કાળને આધીન છે. આંખેથી દશ્ય–અદશ્ય છતાં પણ એકસાથે ચિરકાળે કે તત્કાળમાં