________________
શતક ૩૦મું : ઉપક્રમ
૨૭૧ વર્તમાનકાળમાં પણ છે અને ભાવિકાળમાં રહેશે, તેથી તેની નિત્યતા અને શાશ્વતતા અબાધ છે.
અનિત્ય આત્માને અનિત્ય માનનારા ક્ષણિકવાદીઓના અખાડાના સાધકે નિત્યવાદીઓને પડકાર ફેકતા કહેતાં હતાં કે આત્મા કેઈ કાળે નિત્ય હતા જ નહીં. તમારે આ નિત્યવાદ એકવાર નહીં પણ હજારવાર જૂઠે છે. કેમકે સંસારમાં જે પદાર્થો આંખેથી દેખાય છે તે બધાય દીવાની જ્યોતની જેમ પ્રતિસમયે નશ્વર છે, ક્ષણિક છે, માટે આત્મા અનિત્ય છે. મિથ્યાત્વના જોરદાર હુમલાના કારણે તે સમયે દ્રવ્યમાત્રને એકાંતે નિત્ય અને એકાંતે અનિત્ય માનનારાઓના બે પક્ષેના જ રેજના લડાઈ ઝઘડા તથા વૈર વિરોધના અભિશાપે ભારત દેશના નાના મોટા સૌ કઈ કિં કર્તવ્યમૂઢ હતાં. સાધારણ જનતા ત્રસ્ત હતી તેથી સમયે સમયે પોતાના હૈયાની વરાળ કાઢતી હતી કે જે ધર્મસિદ્ધાંત દેશને, સમાજને, શ્રીમંતને, સત્તાધારીઓને વેરઝેરના ચક્રાવે ચડાવીને બરબાદ કરે, ખુનાખરાબી કરાવે, માનવતાને સત્યાનાશ કરાવીને દાનવતા અપાવે, દેવતત્વના બદલે અસુરત્વ તરફ લઈ જાય, તે ધર્મ કેઈના માટે શા કામને? પણ પંડિતેની પાંડિત્ય ગર્વિષ્ઠતા એટલી હદ સુધી પહોંચી ચૂકી હતી જેને રોકવા માટે કોઈનું પણ ભેજ અકિંચિત્કર હતું.
પરતઃ આના પક્ષનું કહેવું છે કે આત્માદિ તત્ત્વ સ્વતઃ સિદ્ધ નથી એટલે કે જીવની સિદ્ધિ પિતાને આધીન નથી જ, પણ પરતઃ એટલે કે પારકાને આધીન છે. આવી રીતે પરતઃ સિદ્ધિવાદીઓ ડંકાની ચેટ સાથે કહેતા હતાં કે આત્માદિ તની સિદ્ધિ પરતઃ જ હોઈ શકે છે. જેમ મોસંબીથી બેર નાનું છે અને બેરથી મોસંબીનું દીર્ઘત્વ બેરની હસ્વતાને