________________
૨૬૯
શતક ૩૦મું : ઉપક્રમ નથી. આ ન્યાયથી તેઓ ક્યાં ક્યાં અને કઈ રીતે જુદા પડતા ગયા તેને વિસ્તારથી જાણવાને યથામતિએ પ્રયાસ કરીએ. આ કિયાવાદીઓ નવ તત્વને માનનારા હોવાથી પ્રાયઃ કરીને તેઓ સમ્યકત્વ સમ્પન્ન હોઈ શકે છે.
તેમનાં ૧૮૦ ભેદ શી રીતે પડયાં?
મુળ તત્ત્વ નવ છે. તે આ પ્રમાણે – જીવતત્વ, અજીવતત્વ, પુણ્યતત્વ, પાપતત્વ, આવતત્વ, બંધતત્વ, સંવરતત્વ, નિર્જરાતત્વ અને મેક્ષતત્વ.
ઉપરના ૧૮૦ કિયાવાદીઓને આ નવે તવે માન્ય છે. શ્રદ્ધેય છે. માટે જ પ્રારંભકાળમાં કંઈને કંઈ પણ કહેવાપણું ન હેવાથી સૌને ગુરુ એક જ હતે. મઠ એક જ હતું. પરંતુ હુંડા અવસર્પિણીના અભિશાપે શંકાઓ થતી ગઈ, સમાધાન થયા નહી અને રાગદ્વેષના ચકાવે અટવાઈ જઈને કેઈએ આ નવે તને સ્વતઃ સિદ્ધ માન્યા જ્યારે બીજાએ પરતઃ સિદ્ધ માન્યા. અને માન્યતામાં કદાગ્રહ પ્રવેશતે ગયે. પરિણામે ૯૪૨=૧૮ ભેદ પડી ગયા. બાવળનું બીજ બાવળને જ ઉત્પન્ન કરે તેમ કેઈએ આ ૧૮ ભેદોને નિત્ય માન્યા છે, જ્યારે બીજાએ અનિત્ય માન્યા. આ પ્રમાણે અમરવેલ જ્યારે વધવા માંડે છે ત્યારે આખાયે વૃક્ષને વ્યાપ્ત કરતાં વાર લાગતી નથી. તેવી રીતે ઉપરના ૩૬ ભેદેને માટે પણ કલહ વધ્યાં. ઝઘડા થયા, મારા મારી થઈ અને તે ૩૬ ભેદ શું ? કાલકૃત છે? નિયતિકૃત છે? સ્વભાવકૃત છે? ઈશ્વરકૃત છે? અથવા આત્મકૃત છે? આ પ્રમાણે પાંચ વિકને જન્મ થયો. તેના પર હઠાગ્રહ વધતે ગ પછી તે પોતપોતાના મંતવ્ય પ્રમાણે પ્રવર્તકે જુદા થયા, આચાર્યો જુદા થયા, મુનિએ જૂદા થયા અને તેમના