________________
(૨૬૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ કેઈને કેઈ નિમિત્ત બનતા હોવા છતાં પણ ક્રિયાને કારક છે આત્મા પોતે જ હોય છે, માટે આત્માના અસ્તિત્વને માનનારા આ કિયાવાદીઓ છે.
[ ] ક્રિયા જ પ્રધાન છે, તેથી કિયાના પ્રાધાન્યને માનનારા કિયાવાદી કહેવાય છે.
[૩] અથવા જીવાદિ નવે તાના અસ્તિત્વને સ્વીકાર કરનારા ક્રિયાવાદી છે. ઉપર પ્રમાણેના ક્રિયાવાદીઓ જીવાદિ નવે તને માને છે, પરંતુ કદાગ્રહી હોવાથી સત્યસ્વરૂપ તે તમાં પણ વિસંવાદિતા થયા વિના રહેતી નથી, અથવા નવતત્ત્વને પાઠક [ માસ્ટર પંડિત ] પોતે જ તે તનું યથાર્થ્ય સમજેલે ન હોય, અર્ધદગ્ધ હોય તે તેમની પાસેના વિદ્યાર્થીએ પણ વિસંવાદી અને હઠાગ્રહી બન્યા વિના રહેતા નથી. ફળસ્વરૂપે મૂળ ટોળામાંથી વિસંવાદિતાના કારણે એક પછી એક જુદા પડતા ગયા. પછી તે જુદા થવાની પણ પરંપરા ચાલે છે, ત્યારે જ એક મતમાંથી ૧૮૦ મતે, ટોળાઓ, પથે, મંડળે પડ્યા છે, જે બધાય મહાવીરસ્વામીના સમયે પણ હાજર હતાં અને " जीवाजीवा पुण्णं पावासव संवरोय निझरणा।
વધો મુલાય તા નવતરા કુંતિ નાયકવા ”
આ ગાથા સૌને કંઠસ્થ કરવી સર્વથા અનિવાર્ય હતી. ચાલતા ફરતા કે કામકાજ કરતાં પણ ગાથાના ત તેમની જીભ પર સદૈવ રટાતા રહેતા હતાં.
ઉપર પ્રમાણેના નવે ત પ્રત્યે શ્રદ્ધાળુ હોવા છતાં પણ તે તના સત્ય સ્વરૂપને જાણવામાં સર્વથા એકાંતવાદી બને. લાઓને બીજાઓ સાથે વાતે વાતે વિરોધ કર્યા વિના ચાલતે