________________
२६६
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ અખાડા જુદા પડે તે સ્વાભાવિક છે. વર્તમાનકાળના ભારત દેશમાં પણ આપણે પ્રત્યક્ષ જોઈ રહ્યાં છીએ કે બાપ ની ટોપી પહેરે છે, બેટે લાલ ટોપી, ભાઈ પીળી ટોપી પહેરીને બતાવી આપે છે કે તમારા-મારા વિચારો જુદા છે.
એક ભાઈ પંડિત નહેરૂને પૂજે છે. બીજો ભાઈ ઈન્દિરા ગાંધીની આરતી ઉતારે છે. ત્રીજો ભાઈ ચરણસિંહને ગુલામ, આ પાંચે માન ભલે સ્થૂલ મનથી તે તે વ્યક્તિઓના પૂજક રહ્યા પરંતુ તેમના સુક્ષમ મન બીજી દિશામાં જ વિચારતા હોય છે. તેઓ ખાનગીમાં કહે પણ છે કે બગલાની પાંખ જેવી ખાદીના પહેરનારા કરતા તે બ્રિટિશરે લાખ વાર સારા હતાં. આમ છતાં પણ ઘણીવાર સૂક્ષ્મ મન કરતાં સ્થળ મન બાજી જીતી જાય છે અને પોતપોતાના અખાડા ચલાવવામાં જીવન પુરૂં કરે છે. આ અકિયાવાદીએ પણ કિયાવાદીઓને પૂર્ણ વૈરી, વિધી અને અવસર મળે મારામારી કરવામાં પૂરેપૂરા સાવધાન હતાં. સામેવાળે મરી જાય તેની પરવા કોઈને પણ ન હતી. પણ મારા સિદ્ધાંતની વિરૂદ્ધ બોલનારને બરાબર મેથીપાક ખવડાવે એ જ તેમને મુખ્ય ધર્મ હતે.
અજ્ઞાનવાદીઓના ૬૭ ની સંખ્યામાં અખાડાઓ કામ કરી રહ્યા હતાં, જેમાં જૈમિની, વસુ, બાદરાયણ, ચારાયણ પિપલાદ આદિ હતાં.
જ્યારે વિશિષ્ટ, પારાશર, જાનુકણું. વાલ્મીકી, રેમ, હર્ષ, વ્યાસ અને ઈલાપુત્ર આદિ વિનયવાદીઓના અખાડા ૩૨ ની સંખ્યામાં હતાં. આ ઉપરાંત ઈશ્વરવાદ, નિયતિવાદ, શૂન્યવાદ, વિજ્ઞાનવાદ આદિના જૂદા જૂદા અખાડાઓ તે ગલીએ ગલીએ