________________
૨૬૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ (૧) મહાવીરસ્વામીને આત્મા પિતાના સત્તાવીશ ભવની અપેક્ષાએ ત્રીજા ભવમાં સંયમધર્મની ઉત્કૃષ્ટતમ આરાધનામાં અશક્ત હોવાના કારણે ત્રિદંડી ધર્મની પ્રરૂપણ અને સ્થાપના કરી હતી, તે ત્રિદંડીને અખાડે.
(૨) કપિલ મુનિને અખાડે, કપિલ મુનિ ક્યા? કદાચ સાંખ્યકારિકાનાં કર્તા હોય અથવા મરીચિ મુનિના શિષ્ય કપિલ મુનિ હોય ?
(૩) ઉલૂક મુનિ જે જૈન મુનિના વેષમાં મિથ્યાભિમાની બનીને કેવળ બીજાઓની સભાને કુતકે વડે જીતવાના આશયથી, જીવ-અજીવ અને જીવની સ્થાપના કરી હતી.
(૪) ગાર્મેષિને અખાડે -આ પ્રમાણે ભારત ભૂમિની ઘણું કરૂણતાઓમાં દેશને બગાડનારી ખતરનાક કરૂણતા એ છે કે ધર્મના નામે, સિદ્ધાંતના નામે તથા પરોક્ષ તના નામે લડાઈ ઝઘડા થતાં વાર લાગતી નથી. ઘણીવાર એવું પણ બને છે કે લડાવનારની જીભે મોક્ષની વાત હોય છે અને તેમના ટાંટીયા નરક તરફ હોય છે. આવા વિસંવાદી જીવનનાં માલીકને ધર્મને નામે ઝેરના પ્યાલા પીવડાવવાની આવડત સારામાં સારી મળી ગઈ હોવાથી તેમના માટે સમાજના ભાગલા પાડવાનું કાર્ય “It is very easy - ઘણું જ સરળ બની જાય છે. પરંતુ ધર્મના નામે પડેલા ઝઘડાઓ મટાડવા અને સોને એક જાજમ (યુનીયન) કે ઝંડા નીચે લાવવામાં સાગરોપમના સાગરોપમ એટલે સમય હોમાઈ જાય તે પણ ધર્મના ઝઘડા મટી જતા નથી. મતને સ્થાપક ભલે આજે કાલે કે બીજા ભવે પણ બદલાઈ જાય કે સિદ્ધશિલાને વાસી બને તે પણ સ્થાપિત