________________
२१3
શતક ૩૦મું : ઉપક્રમ પણ થઈ જતી હોય તેને રોકનારે કેઈ ન હતે. કેમકે દેશના રાજાઓ અને શ્રીમંતે પણ જુદા જુદા અખાડાના ભગતરામે બનીને પોતપોતાના ગળામાં જુદી જુદી કંઠી પહેરી ચૂક્યાં હતાં. આવી વિષમ પરિસ્થિતિમાં ચોમાસાના દેડકાઓની જેમ એક ટોળામાંથી બીજું ટોળું, એક સંઘાડામાંથી બીજે સંઘાડે, એક સંપ્રદાયમાંથી બીજે સંપ્રદાય ફૂટી નીકળે અથવા ધર્મના નામે કે ક્રિયાકાંડના અભિશાપે પક્ષપલટાઓ થાય કે સંપ્રદાયના પાટીઆના રંગરોગાન બદલાય તેવી સ્વાભાવિક હકીકત નકારી શકાય તેમ નથી.
દ્વાદશાંગીમાં સર્વશ્રેષ્ઠ ભગવતીસૂત્ર, આચારાંગસૂત્ર અને સૂત્રકૃતાંગ સૂત્રની સાક્ષીએ તે સમયે એક બીજાથી સર્વથા જુદા પડેલા અને એક બીજાને એક બીજા માટે રતિમાત્ર સ્નાનસૂતક પણ ન હતું તેવા કેવળ કિયાવાદીઓના જ ૧૮૦ની સંખ્યામાં જુદા જુદા અખાડા હતા. તે એક એક અખાડાના પંડિતે, સાધુઓ, આચાર્યો બીજા અખાડાના પંડિતે, સાધુઓ અને આચાર્યો સામે ન્યૂહાત્મક રૂપે ડંડાડી કે વાગ્યુદ્ધ માટે પૂર્ણરૂપે તૈયાર થઈને જ બેઠા હતાં. કેવળ પરમ તારક ગુરુદેવના આદેશની રાહ જોવાઈ રહી હતી.
કિયાવાદીઓના મુખ્ય પ્રવર્તકે અને અખાડાઓ
સંભવત: નીચે પ્રમાણેના ચાર પ્રવર્તકે મુખ્ય હતાં?
(૧) ત્રિદંડી અખાડે, (૨) કપિલ મુનિને અખાડ, (૩) ઉલૂક મુનિને અખાડે અને (૪) ગાગ્ય ષિને અખાડે. આ ચારે ક્રિયાવાદી હતાં. પરંતુ કાળકમે ચારમાંથી ૧૮૦ અખાડા થયાં.