________________
-
શતક ૩૦મું
શતકને ઉપક્રમઃ
આ સંપૂર્ણ શતકમાં કિયાવાદી, અકિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી માટેની સવિસ્તર ચર્ચા છે, જે ખાસ જાણવા જેવી હોવાથી અને ભારતદેશની ધર્માન્યતાને ભૂતકાલીન ઇતિહાસ બતાવનાર હોવાથી આપણે પણ વિસ્તારપૂર્વક તેની ચર્ચા કરીશું.
“ક્રિયા છે તેમ બેલનાર કિયાવાદી.” “ક્રિયા નથી તેમ બોલનાર અક્રિયાવાદી.”
જ્ઞાન વિનાના જીવનું અસ્તિત્વ માનનારે અને તે પ્રમાણે બેલનારે અજ્ઞાનવાદી.”
નિશ્ચયાત્મક રૂપે વિનયથી જ મોક્ષને માનનારો તે વિનયવાદી છે.” - શુકના તારાની જેમ ચમકનારા અને સૂર્યની જેમ મહા તેજસ્વી એવા કેવળજ્ઞાનના માલીક, દેવાધિદેવ, પતિતપાવન, ભગવાન મહાવીર સ્વામી પિતાના ચતુર્વિધ સંઘ સાથે જ્યારે [જે કાળે અને જે સમયે ભારતભૂમિને પવિત્ર કરી રહ્યાં હતાં તેવા સમયે જ કમનસીબ ભારતભૂમિ નાનાં મોટાં પંડિતેની વાગજાળમાં તથા તેમની જોહુકમી ભરેલી પંડિતાઈમાં વહેંચાઈ : ગઈ હતી. પરિણામે “દિત: વંદિત, બ્રાહ્મણો દ્વાણા, સાધુ સાધુ ફુટવા જાવ, પૂરાયતે” એટલે કે કલિકાળમાં એક પંડિત બીજા પંડિતને જોઈને, જનેઈ અને ટલાટપકાને