________________
૨૫૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ લલકાર કરી રહી છે. આ અને આના જેવા પ્રત્યક્ષ દેખાતા કે અનુભવાતા ચિત્રામણથી સંસારને યથાર્થ નિર્ણય કરવામાં વાર લાગતી નથી.
(૪) સંસારમાં પરિભ્રમણ કરનારે જીવ જ્યારે અનાદિકાળને છે તે પછી તે પરિભ્રમણમાં મૂળ કારણરૂપ કર્મો પણ અનાદિકાળના કેમ ન હોઈ શકે? એટલે કે જીવને અસંખ્ય પ્રદેશમાં રહેલા કર્મો પણ અનાદિના છે અને શક્તિસમ્પન્ન છે. તેમ છતાં જીવાત્મા ચેતન હોવાથી અનાદિ છે અને તેને વળગેલા કર્મો જડ હોવાથી અને જીવ દ્વારા ઉપાર્જન કરેલા હેવાથી અંતવાળા છે, પણ પિતાપિતાની સ્થિતિ (મર્યાદા) પૂર્ણ થયે તે કર્મો આભાના પ્રદેશોથી છૂટા થાય છે અને ફરીથી નવા નવા કર્મો જીવને ચુંટતા જાય છે. આ કારણે પ્રવાહને લઈને કર્મોને પણ અનાદિકાળના કહ્યા છે. આઠ રૂચક પ્રદેશને છેડી આત્માના શેષ પ્રદેશે અને તેમાં પણ એક એક પ્રદેશે અનંત અનંત કર્મોની વર્ગણ (રાશિ) લાગેલી હોવાથી આત્મા પણ સ્વભાવે હળવે (અગુરૂ લઘુ) હેવા છતાં પણ કર્મોના ભારથી ખૂબ જ વજનદાર બને છે.
પૂર્વોપાર્જિત કર્મોના ઉદયકાળમાં જીવને સ્વભાવ ઘણા પ્રકારે વિચિત્ર બનતે હોવાથી ફરીથી નવા બંધાતા કર્મો પણ વિચિત્ર હોય છે, જેનાં કારણે જીવને સ્વભાવ (અધ્યવસાયપરિણામ-લેશ્યા) પણ સમયાંતરે બદલાયા વિના રહેતું નથી. આ પ્રમાણે તે કર્મોને ઉદયકાળ પણ સૌ જીવેને એક્સમાન રહેતું નથી. પ્રશ્નોના આશય :
(૧) પિતાપિતાને કરેલા કર્મોને ભેગવવાને માટે ઘણું જીને પ્રારંભ અને અંતકાળ શું એક હોય છે !