________________
૨૫૫
શતક ૨૯મું : ઉદ્દેશક-૧ પણ સંસારને અંત (નાશ) કરી શકવાના ન હોવાથી સંસારને અનંત કહ્યો છે.
(૩) ચૌદ રાજલેક પ્રમાણ બ્રહ્માંડમાં દ્રવ્ય (પદાર્થો) એક-બે કે ત્રણ નથી પડ્યું અનંત દ્રવ્ય છે અને એકેક દ્રવ્યના પર્યાય પણ અનંત છે જે પહેલા અને બીજા ભાગમાં વિસ્તારથી ચર્ચાઈ ગયા છે. આમ અનંતાનંત પર્યાયે અને ગુણેથી પૂર્ણ અનંત દ્રવ્ય સંસારમાં કઈ કાળે નાશ થવાના નથી તેમ તેનાથી સંસાર રિક્ત પણ થવાને નથી. તેમના પર્યાયાન્તર કે સ્થાનાંતર તે જૈન શાસનને પણ માન્ય છે આજને માનવ આવતી કાલે હાથી, દેડકે, કાગડે કે નરક ભૂમિને કીડે પણ બની શકે છે. તેમ આજને નારક જીવ આવતી કાલે તીર્થંકર પરમાત્મા, કેવળી, મહાવ્રતધારી કે રાજાધિરાજ પણ બની શકે છે. તેથી માનવ સમાજ નાશ થઈ ગયે તેમ માનવું બેહદ અજ્ઞાન છે. એક સમયે માનવનું શરીર પાંચસે ધનુષ્ય. પ્રમાણ હતું, આજે આપણે સાતવંતીયા છીએ અને છઠ્ઠા આરાના માનવો વેંતીયા શરીરમાં પહાડ, નદી કે નાળાના બીલમાં રહેશે, તેથી માનવેના પર્યાને ના કહી શકીએ પણ માનવજાતને નાશ થયે કહેવામાં ભૂલ છે. આજને અકાઢ્ય વિદ્વાન-પંડિત-મહાપ ડિત મસ્તિષ્કની કમજોરીને કારણે સાવ બુધુ બની શકે છે અને આજને બુધુ કે નિરક્ષર આવતી કાલે સાક્ષર બની શકે, માટે તેના ગુણાનું પરિવર્તન માનવામાં વધે નથી. ગઈ કાલે માંડવગઢ, પાટણ તથા કૃષ્ણની દ્વારકા અને રાવણની લંકા જોઈને દેવેની અમરાવતી પણ લજાળું થતી હતી. આજે તે શહેશે હદપટ્ટણ થઈ ગયા છે અને ગઈ કાલે જ્યાં સમુદ્ર અને ખાડીઓ હતી ત્યાં માનવ માત્રને આકર્ષણ કરનારી મુંબઈનગરી સૌને પોતાની સુંદરતાથી