________________
શતક ર૯ : ઉદેશે-૧ પ્રશ્નોત્તરની પૂર્વભૂમિકા :
(૧) સંસાર અનાદિ છે, કેમકે કેઈ કાળે જેની ઉત્પત્તિ થતી નથી તે અનાદિ કહેવાય છે, અને જેની ઉત્પત્તિ હોય તેની આદિ છે. “સંસાર પહેલા હતું જ નહી, પછીથી કોઈએ બના” આવી માન્યતા શાસ્ત્ર, તર્ક અને અનુભવથી માનવા લાયક ન હોવાથી અસત્ય બને છે, માટે સંસાર અનાદિ છે.
(૨) સંસાર અનંત છે કેમકે તેને અંત કેઈ કાળે કેઈની શક્તિ વિશેષથી પણ થઈ શકે તેમ નથી. બેશક ! કેઈને પણ સ્થાનાંતર થવા માત્રથી તેને નાશ થઈ જવાની કલ્પના કરવી તે સર્વથા અજ્ઞાનને આભારી છે. આજે પણ આપણે જોઈ શકીએ છીએ કે જે સ્થાન પર ગઈ કાલે સમુદ્ર લહેરાત હતું અને તેફાન મચાવતું હતું ત્યાં આજે મેટી મટી ઈમારતે ઉભી છે અને હજારે મોટરો દોડધામ કરી રહી છે, તેટલા માત્રથી સમુદ્રના નાશની કલ્પના શી રીતે કરાય? કાળચક્રના પ્રભાવથી આજે ભારત અને ઐરાવત ક્ષેત્રમાં તીર્થકર પરમાત્મા કે કેવળી ભગવંતે નથી, માટે સંસારભરમાં તેમની હયાતીને અભાવ માનવા જઈએ તે કેવી દશા થાય? કેમકે મહાવિદેહ ક્ષેત્રમાં આજે પણ હજારે, લાખે અને કરડેની સંખ્યામાં કેવળજ્ઞાનીઓ છે અને વીશની સંખ્યામાં તીર્થકર પરમાત્માઓ પણ વિદ્યમાન છે. તેથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના કારણે દ્રવ્ય તથા પર્યાના સ્થાનાંતર થવા માત્રથી શ કરના ડમરૂવાદે સંસારને નાશ કર્યો તેમ માનવું સ્પષ્ટ રીતે ભૂલભરેલું છે. માટે ૩૩ કરોડ દેવે ભેગા મળીને