________________
શતક ર૮ : ઉદેશક ૧ થી ૧૧ જીએ કઈ ગતિમાં પાપકર્મોને ઉપાર્જન કર્યા હતાં ?'
જ્ઞાતવ્ય દ્રવ્ય, તત્ત, જેના કમે, તથા તે કર્મોના ભગવટાના સ્થાને પણ અનેકાનેક છે. જીવનમાં યદિ જિજ્ઞાસા હોય તે જ પદાર્થોનું યથાર્થવ જાણી શકાય છે. કેમકે જ્ઞાન અનંત છે તે તેના વિષયભૂત દ્રવ્ય પણ અનંત છે, તેથી સમ્યગજ્ઞાન પ્રાપ્ત કરવા માટે, પ્રાપ્ત થયેલાને વધારવા માટે, વધેલાને ટકાવવા માટે અને ટકાવેલાને સ્થિર કરવા માટે એટલે કે ધારણમાં પ્રવેશ કરાવવા માટે મૌલિક કારણ જિજ્ઞાસા છે. જે ભાગ્યશાળીઓને જિજ્ઞાસા જ ન હોય તેમનું શ્રુતજ્ઞાન શી રીતે વધશે? અને મતિજ્ઞાનને વિકાસ પણ શી રીતે સધાશે ? આ કારણે જ જિજ્ઞાસાને જ વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે.
ગૌતમસ્વામી ચાર જ્ઞાનના માલીક છે, કૃતકૃત્ય છે, લેકના અને સ્થિત છે, તેમ છતાં પણ તેમને એક એક રેમ, લેહીનું એક એક બિન્દુ ભાવદયાથી ભરેલું હોવાથી સમવસરણમાં આવેલા સૌ જીવોને સમજવામાં આવે અને સમજેલી વાતને જીવનમાં ઉતારી શકે તેવા પવિત્રતમ આશયથી, વિનય અને વિવેકથી પરિપૂર્ણ બનીને પરમાત્માને પ્રદક્ષિણા કર્યા પછી પૂછે છે કે, હે દેવાધિદેવ! ચાર ગતિરૂપ સંસારની કઈ ગતિમાં જીએ પાપકર્મો ઉપાર્જિત કર્યા હશે? અને તે કર્મોના હેતુભૂત પાકિયાઓનું આચરણ કર્યું હશે?