________________
શતક ર૭મું )
૧૪૯
- સમાપ્તિ વચનમ્”
પિતાની અદ્વિતીય પ્રતિભા વડે પત્ય અને પશ્ચિમાય મહાપંડિતેને સ્યાદ્વાદ, નયવાદ, પ્રમાણુવાદ, નિક્ષેપાવાદને અભ્યાસ કરાવનાર શાસ્ત્ર વિશારદ, જૈનાચાર્ય ૧૦૦૮ શ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મહારાજ જૈન શાસનને શુકના તારાની જેમ ઉજજવલિત કરવા માટે યશસ્વી બન્યા હતાં. તેમના શિષ્ય, શાસન દીપક, મુનિરાજ શ્રી વિદ્યાવિજ્યજી મહારાજના શિષ્ય પઠન-પાઠનશીલ ન્યા. વ્યાકરણ-કાવ્યતીર્થ, પંન્યાસ શ્રી પૂર્ણાનંદવિજયે (કુમારશ્રમણ) પિતાના મતિજ્ઞાનના વિકાસ માટે, ભવભવાંતરમાં જૈન શાસનના સંસ્કાર પુનઃ પ્રાપ્ત થાય તે માટે ભગવતી સૂત્ર જેવા આગમીય ગ્રંથને પિતાની યથામતિએ ગુજરાતી ભાષામાં વિચિત કર્યો છે.
“શુભ ભૂયાત્ સર્વેષાં જીવાનામ્.”
ક શતક ૨૭મું સમાપ્ત ક