________________
શતક ૨૬ : ઉદ્દેશા ૧૦-૧૧ ચરમ અને અચરમ છ માટે -
હે ગૌતમ! ચરમ એટલે છે. જે ભાગ્યશાળીઓને આ નરક ગતિમાંથી નીકળીને ફરીથી નરક ભૂમિમાં જવાનું નથી તે ચરમ નારક છે. તેનાથી વિપરીત એટલે કે મેક્ષમાં જતા પહેલા ફરીથી એકાદવાર નરકભૂમિની યાત્રા કરી આવે તે અચરમ. જેમકે મહાવીરસ્વામીને આત્મા અઢાર વાસુ દેવને અવતાર પૂર્ણ કરી સાતમી નરકે ગયા તે અચરમ એટલા માટે હતું કે હજી ફરીથી એકવાર તેમના નિકાચિત કર્મોના દુર્ભાગ્યે એકવીશમા ભવે જેથી નરકે જવાનું હતું, અને એથી નરકની સફર કરીને આવ્યા પછી ભગવાન મહાવીરસ્વામીને તે નરક ચરમ હતી; કેમકે અકુશલાનુબંધી પાપકર્મો બાંધવાની લાયકાત સર્વથા નાશ પામેલી હેવાથી ફરીથી તેમને નરકમાં જવાનું રહ્યું ન હતું. આ પ્રમાણે બને નાર માટે બે ભાંગ જ નિર્ધાર્યા છે.
જ્યારે અચરમ મનુષ્યને આદિના ત્રણ ભાગ જાણવા. કેમકે, ચે ભાગે વર્તમાનમાં પાપ ન બાંધે અને ભવિષ્યમાં પણ ન બાંધે તેને સંભવ નથી, માટે ત્રણ ભાગ છે. સલેશ્ય અચરમ મનુષ્ય તથા શુકલ પાક્ષિક, સમ્યગદષ્ટિ, જ્ઞાની, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, સંપયુક્ત, વેદ, કષાય, લેભ કષાય, સગી ઉપયેગીને માટે પણ પૂર્વના ત્રણ ભાંગા જ માનવા, જ્યારે કેવળજ્ઞાની અને અગી અચરમ હેતા નથી. જ્ઞાનાવરણીયાદિ કર્મો માટે પણ પહેલાના બે ભાંગા.