________________
શતક ર૬ : ઉદેશે-૩ પરંપરે પપન્નક જી માટે :
હે ગૌતમ! નરકગતિમાં ઉત્પન્ન થયે બે સમય અથવા તેનાથી વધારે સમયવાળાને પરંપરા૫ન્નક નારક જાણવા તથા તેઓ બે ભાંગામાં હોય છે. કેમકે કેટલાક નારકેએ ભૂતકાળમાં પાપકર્મ તથા જ્ઞાનાવરણીયાદિ કર્મો બાંધ્યા હતાં, વર્તમાનમાં બાંધે છે અને ભવિષ્યકાળમાં પણ બાંધશે, જ્યારે કેટલાક ભવિષ્યકાળમાં નથી બાંધતા. શેષ પહેલા ઉદ્દેશાની જેમ જાણવા.
હમ શતક ૨૬ ઉદેશો ૩જે સમાપ્ત કે
શતક ૨૬ : ઉદ્દેશા ૪-૫ અનંતરાવગાઢ અને પરંપરાવગાઢ જી માટે :
હે ગૌતમ! અનંતરાવગાઢ નારક એટલે એકેય સમયને અંતર કર્યા વિના જ ઉત્પત્તિસ્થાને પહોંચી નરકભૂમિમાં અવસ્થિત અર્થાત્ સ્થિર રહે તેને અનંતરાવગઢ જાણવા અને એક સમય પછીના સમયમાં અવસ્થિત થનારા નારકે જેમને ઉત્પત્તિસ્થાને બે થી વધારે સમય થઈ ગયા હોય તે પરંપરાવગાઢ કહેવાય છે.
સૂત્રક્રમાનુસારે તે બંને નારકે પહેલાના બે ભાંગામાં કહ્યાં છે.
શતક છવીસમાના ઉદેશે ૪-૫ સમાપ્ત માકે