________________
૨૪૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ (૭) વેદદ્વારઃ-વેદને ઉદયકાળ જેટલા કાળ સુધી રહે ત્યાં સુધી તે જીવને મેહકમ ભડકે બળતું હોવાથી મેહકમને ઉપશમ કે ક્ષય સંભવિત બનતું નથી, તેથી તેમને પ્રથમના બે ભાંગા જાણવા. દશમે ગુણસ્થાનકે વેદ શાંત થવાથી ચારે ભાંગા હોય છે. કદાચ દશમાંથી પડે તે પાપબંધન કરનાર થાય છે. વેદ ત્રણ છે. પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ. જે બીજા ભાંગામાં ચર્ચાઈ ગયે છે.
(૮) કષાયદ્વાર :-કષાયાત્માને તથા લેભ કવાયીને ચારે ભાંગા જાણવા. ક્રોધ, માન અને માયાના માલિકને અબધૂકત્વ અવસ્થા ન હોવાના કારણે પાપ કર્મોનું બંધન ચાલુ છે.
(૯-૧૦ ) ગ-ઉપગદ્વાર:-મન, વચન અને કાયાના યોગીને તથા સાકાર કે નિરાકાર ઉપગીને ચારે ભાંગા હોય છે, જ્યારે વેગ વિનાના અગીને છેલ્લે ભાગે જ જાણે. સગી એટલે ગવાળાઓ અભવ્ય-ભવ્ય વિશેષ, ઉપશમ કે ક્ષેપક હોવાથી ચારે ભાંગ અનિવાર્ય છે.
નારકને ઉપશમ કે ક્ષેપક શ્રેણી ન હોવાથી તેમના બે ભાંગા જાણવા, તથા કૃષ્ણ, નીલ, કાપત લેશ્યા, કૃષ્ણ કે શુકૂલપાક્ષિક, ત્રણે દષ્ટિ, ત્રણે જ્ઞાન, અજ્ઞાની, ચારે સંજ્ઞા, નપુંસક વેદ, કષાય, સગી આદિમાં વર્તતા નારકે પહેલા અને બીજા ભાંગામાં સમાવિષ્ટ છે. અસુરકુમારે, તે જેતેશ્યા, પુરુષ સ્ત્રીવેદ વાળાઓને પણ બે ભાંગા, પૃથ્વીકાયિકે યાવત્ પંચેન્દ્રિય તિર્યંચ મેનિકોને પણ બે ભાગ હોય છે. જ્ઞાનવરણય માટે જાણવાનું કે કષાયના ઉદયકાળમાં જીવ અબન્ધક ન હોવાથી તેમને બે ભાંગા નિરધાર્યા છે.