________________
૨૩૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ગમે તેટલી સાચી હોય તે પણ વ્યવહાર, નૈગમ કે એવંભૂત નયે તે વાત સાચી રહેતી નથી, કેમકે કઈ પણ વાત ઉપર બીજા નયને અંગૂઠો બતાવીને કેવળ સંગ્રહનયની છાપ બીજાને શા માટે માન્ય રહેશે? તેથી કેવળ દ્રવ્યનયની અપેક્ષા રાખીને બેલવાવાળો સંગ્રહનય તેમાં રહેલા પર્યાય તરફ બેધ્યાન રહેશે તે સંગ્રહનય પિતે જ અપ્રમાણિક કે નયાભાસરૂપે સિદ્ધ થશે
પતિ તથા અપઠિત સૌને માટે પ્રત્યક્ષ આ સંસારમાં, છે, શરીરે, તેમના કર્મો, સ્વભાવે પણ એક બીજાથી અલ્પશે કે સવશે સર્વથા જૂદા જૂદા સ્પષ્ટ દેખાઈ રહ્યાં છે. આ બધી જૂદાઈમાં ઈશ્વરની લીલાની કલ્પના કરવી તે તે ઈશ્વરના ઈશ્વરતત્વને ભરબજારમાં લીલામ કરવા જેવું સિદ્ધ થશે, જે કેઈને પણ માન્ય નથી, માટે જૂદાઈનું કારણ તપાસવું તે ભણતર-ગણતરનું ફળ છે, કેમકે સાચુ ભણતર સંસારને સંવાદની બક્ષીસ અને મિથ્યા ભણતર વિવાદની બક્ષીસ આપનાર છે. આપણે સૌ અનાદિકાળથી વાતે વાતે વિવાદના કીડા બનીને ન કલ્પી શકાય તેટલા લડ્યા ઝઘડ્યા છીએ જેના કારણે સંસારને વિષમય બનાવવાના કારણભૂત થયાં છીએ. આ ભવે આવું ન થાય તે માટે સમ્યજ્ઞાનને મેળવવાનું અને મેળવેલાને વધારવાનું જ શ્રેયસ્કર છે.
પાણીની ભરેલી ડેલમાં રાખેડી નાખીએ અને કલાક પછી પાણીને નીતારી લઈ ચાર માટલામાં ભરીએ તે પણ એક માટલાનું પાણું વધારે સ્વચ્છ, બીજાનું ડું, ત્રીજાનું સાવ ડું અને ચોથા માટલામાં રાખડીવાળું જ પાણી રહેશે. તે પ્રમાણે પાપકર્મો રાખડી જેવા છે અને આત્મા પાણી જે છે. અનાદિકાળથી તે બને ભેગા છે અને સંસારની