________________
શતક ૨૫મુંઃ ઉદ્દેશક-૯થી ૧૨
૨૩૫ સમાપ્તિ વચનમઃ અમરપતિ મહિત ચરમ જિનપતિ ચરણ યુગલ મધુકર, મદનમદશમન કુશલ, જિનવચનયમિત કર-ચરણ–નયન–રસનહૃદયધર, અમિત મન-વચન બળ સહિત, વ્રત ચરણું ફલિત મતિયુત, કરણ વિજય સમવહત અધરહિત, શાસ્ત્ર વિશારદ, જૈનાચાર્ય, ૧૦૦૮ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ વીસમી શતાબ્દીના પ્રખર ચારિત્ર સમ્પન્ન, આન્તર રાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત મહાપુરુષ હતાં. તેમનાં ઘણાં શિષ્યમાં શાસનદીપક મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મ. વિદ્યાવ્યસંગી અને બ્રહ્મવ્રતસંગી હોવાથી અહિંસા તથા સંયમના નિડર પ્રચારક હતાં. તેમના શિષ્ય ન્યાય, વ્યાકરણ કાવ્યતીર્થ પંન્યાસ પૂર્ણાનન્દવિજય (કુમાર શ્રમણે) પરમ પવિત્ર ભગવતી સૂત્ર સાર સંગ્રહના ચોથા ભાગમાં ૨૫ મા શતકને પિતાની યથામતિ તથા યથાક્ષપશમ વિચિત કર્યું છે. .
“શુભ ભૂયાત્ સર્વેષાં જીવાનામ્.' નૈન્થસારતત્ત્વ સર્વે જીવાઃ પ્રાનુયુઃ ”
ક શતક ર૫મું સમાપ્ત કર