________________
૨૩૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ (૨) અભાવસિદ્ધિક –સંસારમાં ઘણું પદાર્થોને સ્વભાવ દુરતિક્રમ હોવાના કારણે જેમ કે રડુ મગ ગમે તેટલા પ્રયત્ન પછી પણ ખાવા લાયક બનતા નથી, સૂર્યની હાજરીમાં પણ ઘુવડ પંખી આંધળો જ રહે છે, જ્યારે વરસાદ ગમે તેટલે પડે અને બધીય વનસ્પતિઓ લીલીછમ બને પણ કેરના ઝાડને પાંદડા ન ફૂટે કે બીત્વને ચોથું પાંદડું ન જ આવે તે સૂર્ય કે વરસાદનો દોષ શી રીતે માની શકાય? ત્યારે તેમના સ્વભાવને જ દોષ સ્પષ્ટ દેખાય છે. તેવી રીતે અભવસિદ્ધિકે પણ મોક્ષ મેળવવાની ગ્યતા મેળવી શકતા નથી. કદાચ દીક્ષા લઈને દેવલોકમાં જઈ શકે છે પણ દીક્ષિત થયા પછી શિક્ષિત થઈ શકતા ન હોવાથી ચારિત્રની આરાધનામાં કેરાધાકર જ રહે છે, તેથી તેમને વારંવાર નરકમાં જવાનું શક્ય બને છે.
(૩) સમ્યગદષ્ટિસમ્યકત્વ પ્રાપ્ત થયા પહેલા મેહ મિથ્યાત્વના કારણે નરકાયુષ્ય બંધાઈ ગયું હોય, અથવા સમ્પર્ક ચારિત્રની આરાધના શક્ય ન બની હોય, અથવા ચારિત્રધારી બન્યા પછી પણ ચારિત્ર પાલનમાં શિથિલતા રહી હોય, ત્યારે નરકાયુષ્ય જ શેષ રહે છે.
મિથ્યાદષ્ટિ :-જેમનાં જીવનમાં સમ્યકત્વ, સદ્બુદ્ધિ અને સદ્વિવેકને પ્રકાશ થયેલ ન હોવાથી હિંસા, જૂઠ, ચેરી, મૈથુન અને પરિગ્રહમાં જીવન યાપન કરનારા આ જીવાત્માઓને વેરને બદલે લેવા માટે કે વેરની ભરપાઈ કરવા માટે નરકમાં જવાનું સુલભ બને છે.
શતક પચીસમાન ઉદેશે ૧૨ સમાપ્ત
be
=
"