________________
૨૩૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ બીજા ભવમાં જવા માટે જૈનશાસનનું મંતવ્ય શું છે? તે જાણી લેવું શ્રેયસ્કર છે. કેમકે તત્ત્વદશી, યથાર્થવાદી અને સંસારના પ્રત્યેક ભાવને પ્રત્યક્ષ કરનારા કેવળી ભગવંતની વાણી જ સત્યદર્શિની હોવાથી માનવના યથાર્થ જ્ઞાનમાં વધારે કરનારી છે.
સંસારનું સંચાલન ઇશ્વરાધીન નથી પણ કર્માધીન છે. કેમકે જીવની જેમ કર્મમાં પણ અનંત શકિત રહેલી છે, જેની સંખ્યા આઠની છે. તેમાં વિદ્યમાન આયુષ્ય કર્મને બેડી(હાથકડી)ની ઉપમા આપવામાં આવી છે. ચેર, બદમાસ કે જારકર્મ કરનારાના હાથમાં સિપાઈએ બેડી નાખે છે અને તેને એક છેડે પકડીને સિપાઈ તેને બીજી ચેકીમાં લઈ જાય છે, ત્યાં તે ચેકીની બેડી હાથમાં પડ્યાં પછી જ પહેલાની ચોકીની બેડી હાથમાંથી નીકળે છે. તેવી રીતે જીવને ચાલુભવની બેડી તૂટ્યા વિના કેઈ કાળે પણ બીજા ભવમાં જવાની તાકાત તેમાં નથી કે ૩૩ કરોડ દેવે પણ તે જીવને ત્યાંથી ખસેડવા માટે સમર્થ બનતાં નથી. સારાંશ કે આગામી ભવની આયુષ્યકર્મની બેડી બંધાયા વિના જીવને ચાલુ ભવ છુટી શકે તેમ નથી. આ કારણે જ સાતમા માળાથી પડેલાઓને, દરિયામાં પડી ચૂકેલાએને જીવતાં રહ્યાં હોય તે પ્રમાણે આપણે જાણીએ છીએ, માટે જી પિતાની શક્તિ વિશેષથી જ ગત્યન્તર કરે છે, પણ પારકાની શક્તિથી ગત્યન્તર કરતાં નથી. વૈમાનિક સુધીના બધાય છે માટે ઉપર પ્રમાણે જ પ્રક્રિયા છે. ત્રણ સમય અને એ કેન્દ્રિય જીવની ચાર સમયની વિગ્રહ ગતિ જાણવી.
- શતક પચીસમાન ઉદેશો ૮ સમાપ્ત .