________________
શતક ૨૫ : ઉદ્દેશ-૮ નારકે નરકગતિમાં કેવી રીતે ઉત્પન્ન થાય?
હે પ્રભે ! નરકગતિમાં જવાવાળા જીવ તે ગતિમાં કેવી રીતે જાય ?
જવાબમાં ભગવતે કહ્યું કે હે ગૌતમ! જેમ કેઈ કૂદકે મારનારે માણસ જ્યાંથી કૂદકે મારવાનું છે તેના એક કિનારા પર આવીને કૂદવા માટે પ્રયત્ન વિશેષ કરી જ્યારે કૂદકે મારવાને ઉત્સાહ પ્રગટે છે, ત્યારે કૂદકે મારીને સામે કિનારે પહોંચી જાય છે, તેવી રીતે મનુષ્ય કે તિર્યંચ ગતિમાંથી નરકમાં જવા માટે આયુષ્યકર્મ બાંધેલા જીવાત્મા પિતાના માનસિક જીવનમાં “હું નરકમાં જાઉ છું, હું નરકમાં જાઉ છું ? તેવા અધ્યવસાય વિશેષ ઉત્પન્ન કરીને કૂદનારાની જેમ નરકમાં પહોંચી જાય છે. જવાની ગતિ એટલી બધી ઝડપવાળી હોય છે કે છેવટે ત્રણ સમયમાં ત્યાં તે ચાલ્યા જાય છે.
નરક ભૂમિમાં જવાની લાયકાતવાળાને પિતાના ચાલુ અવ તારમાં તેવા જ સહચારીઓ, મિત્ર, સગાઓ, કુટુંબીઓ, આડેશપાડોશીઓ કે ભણતર-ગણતર, રહેણી-કરણી, વ્યાપારરોજગાર કે પુત્ર-પુત્રીએ, માતા-પિતા, ભાઈ-ભાભીએ પણ તેવા જ મળશે, જેના કારણે નરકને યોગ્ય જ વાતાવરણ ઉભું થાય છે. કયાય કલેશમાં ૨૪ કલાક પૂરા થાય છે, આર્તધ્યાનરૌદ્રધ્યાન ભાગ્યમાં શેષ રહે છે, ઈત્યાદિ કારણે જીવાત્માનાઅધ્યવસાયે કબણ લેશ્યા, નીલ લેસ્યા અને કાપિત લેશ્યાવાળા થઈને રૌદ્ર ધ્યાનમાં પ્રવેશ થતાં વાર લાગતી નથી અને તેમાં મૃત્યુને પામતે માણસ નરકને અતિથિ બને છે.