________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૭
૨૨૯ અત્યાસક્તિને છેડવી, છેડવા માટે પ્રયત્ન કર, યથા સમય એક એક છેડતા જવું તે વ્યુત્સર્ગ તપ છે. જેના દ્રવ્ય વ્યુત્સર્ગ અને ભાવ વ્યુત્સર્ગ નામે બે ભેદ છે. દ્રવ્યના નીચે લખ્યા પ્રમાણે ચાર ભેદ જાણવા.
(૧) ગણવ્યુત્સર્ગ:-આધ્યાત્મિકતાના પગથિયા એક પછી એક સ્વાધીન કરવા અર્થે પરિહાર વિશુદ્ધિ કે જિન કલ૫ની આચરણ માટે ગણુ સમુદાયને ત્યાગ કર.
(૨) શરીરસુત્સર્ગ-શરીર પ્રત્યેની આસક્તિને ત્યાગવી.
(૩) ઉપધિવ્યુત્સર્ગ -અહિંસા, સંયમ અને તપધર્મની આરાધના માટેના વસ્ત્ર, કામળી, પાત્ર, તરણું, રહરણ આદિ સાધન પ્રત્યેની મેહ માયા છોડવી.
(૪) ભજન પાણી વ્યુત્સર્ગ-સર્વથા અનિવાર્ય રૂપે ભજન પાણી સ્વીકાર્યું હોવા છતાં પણ જીભ ઇન્દ્રિયની વાસનાને ઓછી કરવી. ભાવવ્યુત્સર્ગ કેટલા પ્રકારે છે?
ભગવંતે નીચે લખ્યા પ્રમાણે ત્રણ પ્રકારે કહ્યાં છે.
(૧) કષાય વ્યુત્સર્ગ –સંસારની વૃદ્ધિ કરાવનારા ઇન્દ્રિય રૂપી ઘેડાઓને તેફાને ચડાવનાર કોધ, માન, માયા, લેભ કષાયને મર્યાદિત કરે.
(૨) સંસાર વ્યુત્સર્ગ –પાણી લેવીને માખણની આશા રાખવા જેવી સંસારની માયાને ધીમે ધીમે સંકેલતા જવું.
(૩) કર્મ વ્યુત્સર્ગ-કર્મોને આવવાના માર્ગો બંધ કરવા. •••••••••••••••••••••••••••••••••••••••• શતક પચીસમાન ઉદેશ ૭ મો સમાપ્ત .