________________
શતક ૨૫મું ઉદ્દેશક-૭
૨૨૭ એટલે તેમની બાદરતાને સમાપ્ત કરી સૂક્ષમ બનાવવાની ક્રિયા કરે છે, અર્થાત્ મન, વચનના સૂમ વેગમાં પોતે વિશેષ પ્રકારે સ્થિર થઈને કાયાના સ્થબ યેમને નામશેષ કરી તેને સૂક્ષ્મ કરે છે અને પછી કાયાની સૂક્ષ્મતાના આધારે મન, વચનની સૂમતા એટલે તેમના સૂક્ષમ યેગને દેશવટો આપીને મુક્તિદ્વારમાં આવવા માટેની પૂર્ણ લાયકાત મેળવવાને ભાગ્યશાળી બને છે.
નોંધ :-કેવળી ભગવંત કેવળી પર્યામાં દેશના પૂર્વ કેટિ પ્રમાણ રહે છે અને આયુષ્યના ચરમ ચરણ એટલે અન્તર્મુહૂર્ત પ્રમાણ આયુષ્ય શેષ રહે ત્યારે ત્રીજા શુક્લધ્યાનને પ્રારંભ કરે છે. આની વચ્ચેના કાળને ધ્યાનાન્તરિક કાળ કહેવાય છે, એટલે ધ્યાન વિનાને કાળ તે ધ્યાનાન્તરિકા છે. યદ્યપિ તેમનાં યે અત્યંત વિશુદ્ધ–વિશુદ્ધતમ જ હોય છે. તે પણ મુક્તિમાં જવા માટેનું ત્રીજું ધ્યાન તેમને માટે શેષ રહે છે. આયુષ્યકર્મની બેડી તેડવા માટે ધ્યાન કામે આવતું નથી, માટે તેટલે સમય ગસ્થ રહેવાની ફરજ પડે છે. આયુષ્ય કર્મના ભેગવટા સાથે ઉત્કૃષ્ટતમ પુણ્યકર્મના યોગે પ્રાપ્ત થયેલા તીર્થકર નામકર્મને પણ નિર્જરિત કરવાનું રહે છે. સાથે સાથે ભાષાવર્ગને ખપાવ્યા વિના કે શાતવેદનીય તથા યશેનામકર્મને પણ ભેગવ્યા વિના શી રીતે ચાલશે? કેમકે કર્મસત્તા સર્વતંત્ર સ્વતંત્ર છે. આ કારણે જ તીર્થકર દેવાધિદેવને ત્રિકરણગ શુદ્ધ માગે પ્રવર્તમાન થઈને લાખો કરેમાનવને મિથ્યાત્વથી દૂર કરી સમ્યકત્વના પ્રકાશમાં લાવે છે, સંસારગર્તમાંથી બહાર લાવીને નિર્વાણપદના અનંત સુખ સાથે ભાઈબંધી કરાવે છે. જગત ઉપર આ ઉપકાર કેઈનાથી પણ શી રીતે ભૂલાય? આ પ્રમાણે જગત કલ્યાણના