________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૭
૨૨૫
સય થયે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયરૂપ ઘાતી કર્મો સર્વથા નાબુદ થતાં તેરમા ગુણસ્થાનકે પદાર્પણ કરતા તે સાધક કેવળજ્ઞાનને માલીક બને છે, જે બધાય જ્ઞાનમાં સર્વોત્કૃષ્ટ જ્ઞાન છે. કર્મોના સમૂળ નાશ થયા પછી પ્રાપ્ત થયેલું હોવાથી તે જ્ઞાનને એક પણ પ્રદેશ કોઈ કાળે પણ પ્રતિષાતિ બનતું નથી, કે કેઈની શક્તિ વિશેષથી પણ તે જ્ઞાન પર ફરીથી આવરણ આવતું નથી. આ કારણે જ ત્રણે લેકના દ્રવ્ય અને પ્રત્યેક દ્રવ્યના અનંત પર્યાને પ્રત્યક્ષ કરે છે, સર્વથા શુદ્ધ ક્ષાયિકભાવ, ક્ષાયિક દર્શન, અને ક્ષાયિક ચારિત્ર આદિ અનંત ભાગે પ્રાપ્ત થાય છે. આવું જ્ઞાન સમારવત ચક્રવર્તી, વાસુદેવ, ઈન્દ્ર કે બ્રહ્મદેવને પણ હતું નથી. માટે દ્રવ્ય અને ભાવદયાને સાગર જેમના આન્તર રહૃદયમાં ઉછાળા મારતું હોય તેવા ભાગ્યશાળીઓ પૂર્વભવના ત્રીજા ભવે તીર્થંકર પાત્ર બાંધ્યું હશે તે કેવળજ્ઞાન થયા પછી તીર્થકર નામકર્મનો ઉદય થતાં તે તીર્થકર કેવળી કહેવાશે. ત્યાર પછી તે સર્વે અતિશયોથી યુક્ત બને છે અને દેવદેવેન્દ્ર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ આદિ નરરત્નને પણ પૂજ્ય, ઉપાસ્ય, ધ્યેય, આદરણીય, વદનીય અને સદૈવ સ્મરણીય બને છે અને સમવસરણમાં બિરાજમાન થઈને ચતુવિધ (તીર્થ) સંઘની સ્થાપના કરે છે. સંસારવતી જીવેને સમ્યગૃજ્ઞાનને ઉપદેશ કરે છે જેનાથી તે જ પાપથી, દુખેથી, અપરાધેથી મુક્ત બને છે.
જે સામાન્ય કેવળી છે, તે પિતાના આયુષ્યમાં આઠ વર્ષ ઓછા યાવત્ પૂર્વકૅટી વર્ષ પર્યત કેવળી પર્યાયમાં વિહરમાન થઈ ભવ્ય અને પ્રતિબંધ કરે છે, અને તીર્થકર પરમાત્માઓ મધ્યમ આયુષ્યવાળા હેવાથી કેવળજ્ઞાનમાં કંઈક