________________
१२२
| શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ (૧) પૃથફવિતક વિચાર, (૩) સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતિ, (૨) એકત્વ વિતર્ક, (૪) ચુપરત કિયા નિવૃતિ. - શુદ્ધ અને સર્વથા સફેદ સ્ફટિક પાસે લાલ-ગુલાબી કે શ્યામ પદાર્થો ભલે પડ્યાં હોય તે ય તેમના સહવાસથી તે સ્ફટિક કેઈ કાળે લાલ-ગુલાબી કે શ્યામ બનતું નથી અને લાખ દેવાના પ્રયત્ન પછી પણ તેની સ્વચ્છતા કે શુદ્ધતામાં ફેર પડતું નથી. તેવી રીતે શ્રેણીસમ્પન્ન આત્મા કે ચૌદ પૂર્વને પૂર્ણ જ્ઞાતા પણ તેવા પ્રકારની સ્ટેજ(ભૂમિકા)માં પહોંચી ગયે હોય છે, જ્યાં સંસારના અનંત દ્રવ્યાની તેમના પર્યાની એકેય માયા તેમને સ્પર્શતી નથી. કષાય મેહના એક એક પરમાણુને સર્વથા નષ્ટ ભ્રષ્ટ કરવાની પૂર્ણ શક્તિ પ્રાપ્ત થયેલી હોવાથી, જેઓએ યથાખ્યાત નામના ચારિત્ર વડે શમ, સંવેગ, નિર્વેદ, આસ્તિક્ય અને અનુકમ્પાની ચરમ સીમા પ્રાપ્ત કરી લીધી હોય છે. પવનના સ્પર્શ વિનાને દીપક જેમ પૂર્ણ સ્થિર રહે છે, તેવી રીતે પિતાના આત્માની અનંત શક્તિ વડે જેઓ આત્મામાં પૂર્ણ સ્થિર થઈ ચૂક્યા હોય છે, તથા કાયાની સ્કૂલ કે સૂક્ષ્મ માયા સર્વથા નાશ પામી ગયા પછી, મન અને વચનની માયા પણ નેસ્ત નાબૂદ થઈ ગઈ હોય, તેવા મહાપુણ્ય-પવિત્ર, પરમારાધ્ય ભાગ્યશાળી જીવે જ શુકલધ્યાનમાં પ્રવેશ કરી શકે છે અને જીવનનું છેલું અને પવિત્ર લક્ષ્ય જે કેવળજ્ઞાન છે તેને મેળવી મુક્તિના ભક્તા બનવાના અધિકારી બને છે. ઉપરના ચાર ભેદમાંથી પહેલાના બે ભેદ કેવળજ્ઞાન માટે અને પછીના બે ભેદ મુક્તિને મેળવી આપનાર છે.
ચારે ભેદેને તાત્પર્યાર્થ.