________________
શતક ૨૫મું ઉદ્દેશક-૭
૨૨૧ શક્ય નથી. કષાયની તાકાત વિદ્યમાન હોય અથવા ગમે ત્યારે પણ સાધક કષાયાધીન બની શક્તિ હોય ત્યારે આ ધ્યાનની ભૂમિકા શી રીતે પ્રાપ્ત થશે? દશમે ગુણસ્થાનકે કષાયને અણુ પ્રમાણ જેટલે જ ભાગ વિદ્યમાન હોય તે પણ સાધકને ગમે ત્યારે ખતરો ઉત્પન્ન કરી શકે છે, તે પછી જ્યાં કષાયાની પ્રચૂરતા હોય, ઉદીર્ણ હોય, કષાયી આત્માને સહવાસ ગમત હોય ત્યાં ધર્મધ્યાન પણ દુર્લભ બને છે, તે શુકલધ્યાનની વાત ક્યાં કરવાની ? આ બધા કારણોને લઈ જેઓ ચરમભવી હોય અને ૧૧-૧૨-૧૩-૧૪ આ અંતિમ ગુણસ્થાનકે પહોંચી ગયા હોય તે પુણ્યશાલીઓને જ આ ધ્યાન સુલભ બને છે. અગ્યારમા અને બારમા ગુણસ્થાનકને માલિક યદ્યપિ વીતરાગ કહેવાય છે, તે પણ તે છદ્મસ્થ છે, તેમ છતાં કષાયે તેમના નિરસ અને અપકાલીન સમયની મર્યાદાવાળા હોવાથી, સર્વથા તાકાત વિનાના હોય છે, માટે તે સાધકે જ આ ધ્યાનને સ્વાધીન કરવા માટે પૂર્ણ સમર્થ છે.
અત્યારે મહાવિદેહ ક્ષેત્રને છેડી ભરત–અરાવતના એકેય સાધકને આ ધ્યાનની પ્રાપ્તિ છે જ નહીં, તેથી મેક્ષના દ્વાર પણ તેમના માટે બંધ છે. કેમકે કેવળજ્ઞાન થયા વિના મોક્ષની પ્રાપ્તિ સર્વથા અશક્ય છે અને શુકલધ્યાનમાં પ્રવેશ કર્યા વિના કેવળજ્ઞાનની પ્રાપ્તિ વ્યક્તિ વિશેષને માટે પણ હરહાલતમાં અશક્ય છે. આ સ્થાનને પદ્માસન, ઉત્કટાસન, વીરાસન કે શીર્ષાસનાદિ તથા હીરા-મેતી તથા રૂદ્રાક્ષની માળા કે સર્પવાઘ-સિંહાદિથી ભયંકરતમ બનેલા વનવગડાને સીધે સંબંધ નથી, માટે આ ધ્યાન દુલર્ભતમ બને છે. શુકલધ્યાનના ભેદે કેટલા?
ભગવંતે ફરમાવ્યું કે, હે ગૌતમ! આ ધ્યાન ચાર પ્રકારનું છે.