________________
૨૨૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ધર્મધ્યાનના માલીક કોણ કોણ?
સાત, આઠ, નવ, દશ, અગ્યાર અને બારમે ગુણસ્થાનકે રહેનારા મુનિ વિશેષે જ ધર્મધ્યાનના અધિકારી બનવા પામે છે; કેમકે આર્તધ્યાન તથા રૌદ્રધ્યાનની મર્યાદા છઠ્ઠા ગુણસ્થાનકે સમાપ્ત થાય છે, માટે સાતમે અપ્રમત ગુણસ્થાનકે ધર્મધ્યાનની પ્રાપ્તિ સુલભ બને છે; તથા જ્યાં મોહ તથા કષાય સંપૂર્ણ ઉપશાંત થાય તે અગ્યારમે સંપૂર્ણ ક્ષય થાય તે બારમે ગુણસ્થાનકે પણ ધર્મધ્યાનની વિદ્યમાનતા છે કેમકે અગ્યારમે અને બારમે ગુણઠ્ઠાણે રહેનારા પુણ્ય પવિત્ર સાધક યદ્યપિ કેવળજ્ઞાનની મર્યાદામાં આવી ચૂક્યા છે તે પણ હજુ છદ્મસ્થ છે.
વિશેષમાં જાણવાનું કે એથે પાંચમે અને છડું ગુણસ્થાનકે રહેનાર સાધકે યદિ કષાયવૃત્તિ-પ્રવૃત્તિ અને તેને પ્રકારને સંયમિત કરે તો તેમને પણ ધર્મધ્યાનની પ્રાપ્તિ થવામાં વાંધે આવતું નથી અર્થાત્ તે ભાગ્યશાળીઓ પણ ધર્મધ્યાની બની શકે છે. મેહકમને ઉપશમ પણ જૈનશાસનને માન્ય હોવાથી સાધક યદિ મેક્ષાભિલાષિણ પુરુષાર્થ શક્તિને વિકાસ સાધે અને સમ્યગૂજ્ઞાનપૂર્વકના કષાયેના સહવાસથી દૂર રહે તે ધર્મધ્યાનના માલીક બનવામાં તેમને ક્યાંયથી પણ અંતરાય નડતે નથી, માટે જ અરિહંત પરમાત્માઓનું શાસન પુરૂષાર્થને આધીન છે.
શુકલધ્યાનની દુર્લભતા શા માટે ?
સાધકની સાધના જ્યાં સુધી પૂર્ણતા પ્રાપ્ત કરવાની ભૂમિકામાં પહોંચતી નથી ત્યાં સુધી ગુફલધ્યાનની પ્રાપ્તિ