________________
૨૧૯
શતક ૨૫મું : ઉદ્દેશક-૭ બરાબર ન મળ્યો હોય અથવા પિતાની તૈયારી આગળ વધવા માટેની ન હોય ત્યારે સાધક ત્યાં ને ત્યાં પડ્યો રહે છે. તેમ છતાં દેવ, ગુરુ, ધર્મને માને છે, પૂજે છે, તેમને સત્કાર પણ કરે છે, તે પણ દેવ, ગુરુની સમાન થવા માટેના તેવા વ્રતે સ્વીકારવામાં તેને થોડો પણ ઉત્સાહ રહેતું નથી, માટે વ્રત વિનાના જીવનમાં પાપના માર્ગો બંધ ન થવાથી ગમે ત્યારે પણ હિંસા, જૂઠ, ચેરી અને બદમાશીને પાપે, બેમર્યાદ વિષયવાસના, તથા ક્રોધાદિ કષાયની વાસનામાં મસ્ત બનીને રૌદ્ર ધ્યાનને માલીક બનવા માટે તેની પાસે અવકાશ રહેલ છે. માટે વ્રત વિનાને માનવ પાપભીરુતા રહિત હોવાથી પાપવાસનામાં રચ્યા પચ્ચે રહેતા ગમે ત્યારે પણ રૌદ્રધ્યાનને સ્પર્શ થતાં વાર લાગતી નથી.
સમ્યક્ત્વપૂર્વક બાર વ્રત લીધા પછી પણ તેના પાલનમાં જેવી જોઈએ તેવી જાગૃતિ ન હોવાથી આન્તરિક જીવનમાં પ્રમાદ, બેદરકારી વધે છે. ફળ સ્વરૂપે પિતાના લીધેલા વતની મર્યાદા, તેને અતિચારોના સેવનમાં બેધ્યાન અને સેવાઈ ગયેલા અતિચારેનું મિચ્છામિ દુક્કડં દેવા જેવી લાયકાત ન રહી હોય ત્યારે તે સાધક, અનંતાનુબંધી કષાયના ઉપશમ પછી સમ્યક્ત્વ અને અપ્રત્યાખ્યાની કવાયના ઉપશમથી વ્રતધારી બન્યા હતે. તે પુનઃ કષા તરફ આકર્ષાય છે અને તેવી વેશ્યાઓનું નિમિત મળતાં જ પાછો કૃષ્ણ વેશ્યા, નલલેશ્યા તથા કાપિત લેશ્યાને માલીક બને છે. ત્યારે શૈદ્રધ્યાનને માલીક બનવા કેણ રેકી શકવાને હતે? પરંતુ એટલું વિશેષ સમજવાનું કે વ્રત વિનાના માનવનું રૌદ્રધ્યાન નરકપ્રદ થશે જ્યારે તેમાં રહેલાનું રૌદ્રધ્યાન નરક દેવાવાળું બનતું નથી.