________________
૨૧૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
છોડીને મહાવ્રત સ્વીકારી લે છે, પણ માયા જીવતી ડાકણ કરતાં વધારે ભૂંડી હેાવાથી, યદ્યપિ અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની કષાયાને ભલે તાકાત વિનાના કરી દીધા હાય તે પણ હજુ જીવતા જાગતાં સજ્વલન કષાય તે સાધકના જીવનની કસોટી પૂરેપૂરી કરી રહ્યાં હેાય છે. તેથી તેમને પણ વળગેલી આ ધ્યાનની માયા નકારી શકાતી નથી. એટલે કે છઠે ગુણ સ્થાનકે બિરાજમાન હોવા છતાં કોઇક સમયે પાતળી મલમલ, જીણા ચાલપટ્ટા, કાશ્મીરી પક્ષ્મીના, સેાનાની ફ્રેમના ચશ્મા અને ચાવી દેવામાં હાથને પણ પરિશ્રમ દેવા ન પડે તેવા ઘડિયાળા આદિ દ્રવ્ય પ્રત્યે માયાની ઉદીરણા કરવા વડે તે મહાપુરુષો પણુ આ ધ્યાનના માલીક બને છે કે તેમાં મૃત્યુ પામે તે સ્વાભાવિક છે. વિશેષમાં એટલું જાણવાનુ કે યદિ તે સાધક ભાવ સંયમી હશે તે તેમને નિદાન એટલે નિયાણા બાંધવાનુ આ ધ્યાન હેાતુ નથી, કેમકે નિદાનગ્રસ્તના અને મહાવ્રતિતાને ખારમે કે આઠમે ચંદ્ર છે, તેવી રીતે મહાવ્રત અને રૌદ્રધ્યાન પણ પરસ્પર વિરોધી હોવાથી મહાવ્રતીને રૌદ્રધ્યાન હેતુ નથી.
રૌદ્રધ્યાનના માલિક કાણું ?
જવાબમાં ભગવતે ફરમાવ્યુ. કે પહેલા કહેલા ચારે પ્રકારના રૌદ્રધ્યાન વિરતિ વિનાના સમ્યક્ત્વીને તથા વ્રતધારી શ્રાવક( ગૃહસ્થ સાધક )ને હાય છે, કેમકે રાધાવેધની સમાન કોઇક સમયે આત્મામાં અપૂર્વ કરણ અને અનિવૃત કરણ( શક્તિ વિશેષ )ના સ‘ચાર થાય છે અને સાતે કમ પ્રકૃતિના ક્ષય થતાં ક્ષાયિક-સમ્યક્ત્ત્ત, ઉપશમ થતાં ઔપશમિક સમ્યક્ત્વ, અને ક્ષયે પશમ થતાં ક્ષાયેાપશમિક સમ્યક્ત્વની પ્રાપ્તિ થયા પછી તે સાધકને આત્મશક્તિના વિકાસ સાધવામાં કાં તે ગુરુગમ