________________
२१७
-૭
શતક ૨૫મું : ઉદ્દેશક-૭ આર્તધ્યાનના માલિક કોણ?
જવાબમાં કહેવાયું છે કે સમ્યક્ત્વની પ્રાપ્તિ થયા પછી પણ જેઓ વ્રત વિનાના હોય તે, અવિરત, વ્રત સ્વીકારેલા દેશ વિરતિધર, મહાવ્રત સ્વીકારેલા પ્રમત સંયમી અર્થાત્ ચેથે, પાંચમે અને છડે ગુણસ્થાનકે રહેલા સાધકે આર્તધ્યાનના માલીકે બની શકે છે તથા સમ્યકત્વ અને વ્રત વિનાના જીવાત્માઓ આર્તધ્યાની જ છે.
સમ્યક્ત્વ પ્રાપ્ત થતાં અનંતાનુબંધી કષાયે ભલે ઉપશમિત, ક્ષયપશમિત કે પિત થઈ ગયા હોય તે પણ તેને નાનો ભાઈ અપ્રત્યાખ્યાન કષાય જેના જીવનમાં જોરદાર પડ્યો હોય તે સાધક જાણવા છતાં પણ નિરર્થક પાપને ત્યાગ કરવા માટે સમર્થ બનતું નથી. તેવી સ્થિતિમાં તે કષાયના ઉદયકાળે તે સાધકને મનેજ્ઞ પદાર્થોની પ્રાપ્તિની ઈચ્છા, અમનેઝ પદાર્થોના વિયાગની ઈચ્છા, અસાત વેદના નાશની ઈચ્છા કે નિદાનગ્રસ્ત થવાની ઈચ્છારૂપ આર્તધ્યાન કાયમ રહે તે સ્વાભાવિક છે. પરંતુ સમ્યક્ત્વના કારણે કેઈક સમયે તે સાધકને શ્રદ્ધા, સંવેગ, નિર્વેદ આદિની વૃદ્ધિ થાય છે. ત્યારે શેષ રહેલા કેડા કેડી સાગરેપમને કર્મોમાંથી પામ જેટલા કર્મોની હાનિ (નાશ) થતાં અપ્રત્યાખ્યાન નામને કષાય ઉપશમિત કે ક્ષપશમિત થાય છે, ત્યારે સાધકને નિરર્થક પાપોની નિવૃતિ રૂ૫ દેશવિરતિ ધર્મને ઉદય થાય છે અને શ્રાવકધર્મને બાર વ્રત
સ્વીકારે છે. તે પણ ત્રીજા નંબરને પ્રત્યાખ્યાન નામના કષા. યને ઉદય તે ભાગ્યમાં રહેલું હોવાથી આધ્યાન થતું રહે છે. આવી સ્થિતિમાં પણ કેઈક સમયે ડગમગતે અને કોઈક સમયે સ્વાધ્યાયમાં આગળ વધતે સાધક ગૃહસ્થાશ્રમની સંપૂર્ણ માયાને