________________
ર૧૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ શકતું નથી અને નવા આવનારા પાપોને અવરોધ પણ કરી શકતા નથી. માટે પ્રસ્ત આત્યંતર તપના પ્રકરણમાં તે ધ્યાન માટેની ચિંતા ન કરતાં સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછીથી જે ધ્યાન થાય છે તેની આ વાત છે. - મિથ્યાત્વીની સત્તામાં પડેલા દર્શન મેહનીય અને ચારિત્ર મેહનીય કર્મો કરતાં સમ્યકત્વ સમ્પન્ન આત્મામાં રહેલા તે કર્મોની વણું થડી હોય છે, કારણ કે સમ્યક્ત્વની પ્રાપ્તિ થતાં જ કર્મોની ઘણી મોટી સત્તા સમાપ્ત થાય છે અને કેવળ કડાકોડી સાગરોપમ જેટલી જ શેષ રહે છે. યદ્યપિ દર્શનમેહનીય અને ચારિત્રમેહનીયને ક્ષય, ઉપશમ કે ક્ષયપશમ થવાના કારણે તેની તાકાત મિથ્યાત્વીની પાસે રહેલા કર્મો કરતાં ઓછી હશે તે પણ દબાયેલે કે દબાઈ ગયેલે કાળો નાગ અવસરે ડંખ માર્યા વિના રહેતું નથી, તેવી રીતે ઉપશમિત તે કર્મો પણ સમ્યફચારિત્રની શુદ્ધ નદીના પાણીને ડોળાવી મારવા માટે સમર્થ હોવાથી સમ્યફચારિત્ર સમ્પન્ન મુનિને પણ કેઈક સમયે દુર્ગાની અને બીજા સમયે સદ્ધ્યાની બનાવવા માટે પૂર્ણ સમર્થ હોય છે.
જે સંયમી પાસે સ્વાધ્યાયબળ, તબળ કે ભાવનાબળ મજબુત નહીં હશે, તેમને ભેગવેલા ભેગોની, ભેગ માટે ઉપસ્થિત ભગ્યની, પરિગ્રહની, માયાની, સત્તા અને પ્રતિષ્ઠાના મિથ્યા ખ્યાલની તથા વિષય-કષાય અને વિકથા આદિની માયા કેઈ કાળે ઓછી થવાની નથી. માટે તેમનું ધ્યાન સ્થિર રહેતું નથી, એકાગ્રતા સધાતી નથી, માયા મરતી નથી, સમતા સધાતી નથી, વિષય કષાય પ્રત્યેનું વૈરાગ્ય જામતું નથી અને ઇંદ્રિયોની ગુલામી મટતી નથી. આ કારણે જ ધ્યાનના માલીકે પણ જુદા જુદા હોય છે.