SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ (૧) એકત્વાનુપ્રેક્ષા :–વારવાર આત્માનુ' એકત્વ' એટલે કે “હુ” એકલા છુ, મારૂ કોઇ નથી “શોરૢ થિ મે જો” આ ભાવનાને ગુરુમંત્રની માફક ભાવવી, જેથી ચેતન કે અચેતન પરપાર્થાં પ્રત્યે રહેલી માયાને છેડવા માટે ખાતાં-પીતાં, ઊઠતાં–બેસતાં પેાતાનામાં એકત્વની ભાવના સ્થિર થવા પામશે. ૨૧૪ ( ૨ ) અનિત્યાનુપ્રેક્ષા : કાયા આદિ પદાર્થોની માયા મને અનાદિકાળથી વળગેલી છે, પરન્તુ તે પદાર્થા જ જ્યારે અનિત્ય, નાશવંત અને એક દિવસે આંખોથી અદૃશ્ય થવાવાળા હેવાથી તેમના પ્રત્યે રાખેલી, વધારેલી, પેાયેલી, માયા મારા માટે શા કામની ? આત્મા અજર-અમર છે અને શરીર રોગ આદિનું ઘર છે તથા મૃત્યુના મુખમાં પ્રવેશ કરેલ છે. માટે ભાડાના મકાન જેવુ શરીર જ્યારે મારૂં નથી, તેા તેના કારણે લાગેલી બીજા જીવોની માહ-માયા, મેહવાસના, કે શરીરાદિને શણગારવા માટે ભેગી કરેલી માયા પણ શા માટે કાયમ રહેશે ? કણુ કાયમ રાખશે ? તેત્રીશ કરોડ દેવ દેવીઓનુ શરીર પણ નાશવંત છે તે મારા શરીરના શે। વિશ્વાસ ? તેમ સમજીને આંખે દેખાલા પદાર્થોમાં અનિત્યતાની ભાવના કરવી. (૩) અશરણાનુપ્રેક્ષા :-ખીલાડીના મુખમાં પ્રવેશ કરેલા કબૂતરને, વાંદરાના હાથમાં સપડાઈ ગયેલા સપને, વાઘના પંજામાં ફસાયેલા સસલા આદિને મૃત્યુના મુખમાંથી કાણુ બચાવી શકશે ? તેવી રીતે યમરાજથી મને મચાવનાર પણ કોઈ નથી, માટે હુ અશરણુ છું. આવા પ્રકારની ભાવના પ્રતિસમય ભાવવાથી સ ંસારના મેહ ઘટશે. યમરાજને અતિથિ કહેવાના આશય એટલે જ છે કે બીજા મહેમાના તા આપણા આમંત્રણથી આપણે ત્યાં આવે છે, જ્યારે યમરાજ તા આમંત્રણ દીધા વિના જ નક્ષત્ર, યાગ, તિથિ, કરણ,
SR No.023154
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1981
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy