________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૭
૨૧૩ મળેલી ગાથાઓની પુનઃ પુનઃ આવૃતિ કરવી જેથી તેની વિસ્મૃતિ થવા ન પામે. આત્માની શક્તિ વડે પ્રાપ્ત કરેલા ક્ષયપશમ દ્વારા જે શ્રુતજ્ઞાન મેળવેલું હોય તેની પ્રમાદવશ વિકૃતિ કરવી તે જ્ઞાનાવરણીય કર્મબંધનનું જબરદસ્ત કારણ છે. માટે પ્રમાદને ત્યાગ કરી ગોખેલી ગાથાઓનું પુનરાવર્તન કરવું.
(૩) પ્રતિપૃચ્છના :–આવૃતિ કરતાં આગમોના અર્થ ચિંતવનમાં ભૂલ જેવું દેખાય તે તેમના જ્ઞાતાઓને ફરીફરીથી પૂછવું જેથી અર્થની સંગતિ બની રહેવા પામે.
(૪) ધર્મકથા –અજ્ઞાનમાં અથડાયેલા, મિથ્યાત્વથી ઘેરાયેલા, કષાયથી પીડાયેલા, વિષય-વાસનામાં ફસાયેલા, શરીરની માયામાં ભાન ભૂલેલા, અર્થોપાર્જન તથા તેના રક્ષણમાં અવળે રસ્તે ચડી ગયેલા માનને જૈનત્વનું, જીવાદિ તત્તનું, વૈરાગ્યના માહાભ્યનું તથા સંસારની અસારતાનું રહસ્ય સમજાવવું તે ધર્મકથા છે. ધર્મની અનુપ્રેક્ષા કેટલી છે?
આત્માની અપૂર્વ શક્તિ વડે મેળવેલા ધર્મધ્યાનનું પુનઃ પુનઃ પર્યાલચન કરવું એટલે કે જીવનની પ્રત્યેક ક્રિયાઓમાં ચાર પ્રકારની ભાવના ભાવવી તેને અનુપ્રેક્ષા કહેવાય છે. સારી રીતે ધવાયેલાં વસાને પણ ટીનેપાલ, નીલરંગ અને ઈસ્ત્રીની આવશ્યકતા રહેલી છે. બજારમાંથી ખરીદીને લાવેલા શાકમાંથી ચપુ વડે અભક્ષ્ય તવને દૂર કરીને ઘી–મસાલા આદિને સંસ્કાર કર આવશ્યક છે, તેવી રીતે મહાપુણ્યદયે મેળવેલા ધર્મધ્યાનને ટકાવી રાખવા અને વધારે દેદીપ્યમાન કરવા માટે ચાર ભાવનાઓને જીવનના અણુઅણુમાં ઉતારવી અત્યુત્તમ છે. તે આ પ્રમાણે છે :