________________
૨૧૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ (૪) અવગાહરુચિ -દ્વાદશાંગીમાં સવિસ્તર અવગાહન ( પ્રવેશ) કરીને જે તને પ્રાપ્ત કરવાની રુચિ થાય અથવા પંચ મહાવ્રતધારી મુનિએનું સામીપ્ય સાન્નિધ્ય કે તેમની નિશ્રા સ્વીકારીને તેમની પાસેથી સૂત્ર, અર્થો અને તેને વિધિ આદિની જાણકારી લેવી તે અવગાહરુચિ કહેવાય છે. ધર્મધ્યાનનું આલંબન શું છે?
આલંબન એટલે કે, જેનાથી પ્રાપ્ત થયેલું ધર્મધ્યાન આત્મામાં સ્થિર રહે તે આલંબન છે. સંસારના પ્રત્યેક કાર્યમાં સથવારાની એટલે બીજાના આલંબનની આવશ્યતા નકારી શકાતી નથી. તે પછી ગુણસ્થાનકે એક પછી એક સર કરવા હોય અને પ્રાપ્ત થયેલા ધર્મધ્યાનને ટકાવી રાખવું હોય તે માટે આલંબનની આવશ્યકતા નથી તે શી રીતે કહેવાય? ભગવતે ચાર પ્રકારના આલંબન કહ્યાં છે.
(૧) વાચના-આત્માની પ્રબળ પુરુષાર્થ શક્તિ વડે ક્ષપશમની પ્રાપ્તિ થાય છે અને જેમ જેમ તેની વૃદ્ધિ થાય છે તેમ તેમ ધર્મધ્યાન તરફ આત્માનું પ્રસ્થાન આગળ વધે છે, પરતુ ભૂલવું ન જોઈએ કે તે શોપશમ આત્માની માલીકીનું ન હોવાના કારણે ઉપશમિત થયેલી કર્મપ્રકૃતિએ ફરીથી પિતાને ચમત્કાર બતાવી દેવા માટે ગમે ત્યારે પણ સમર્થ છે. તે માટે સાધક મહાપુરુષે વારંવાર આગમશાસ્ત્રોનું પરિશીલન એટલે સ્વાધ્યાય કરે, તેના અર્થોનું મનન કરવું, નિદિધ્યાસન કરવું; કેમકે સાધકને પિતાની સાધના માટે સ્વાધ્યાય જ શ્રેયસ્કર માર્ગ છે.
(૨) પરિવર્તના –કંઠસ્થ થયેલા આગમાદિશાસ્ત્રો, પ્રકરણાદિ ગ્રંથ, મંગળકારક તેત્રે અને પ્રાયશ્ચિત્ત માટે