________________
૨૧૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ કર્મોથી ભારે બને છે, તથા પુણ્ય કાર્યો વડે શુભ કાર્યોથી ભારે બને છે. શુભ કર્મો સેનાની બેડી અને અશુભ કર્મો જોખંડની બેડી જેવા છે. જેમાં જકડાયેલા આત્માઓ ક્યારેક દેવગતિમાં અને કયારેક નરકગતિમાં, ક્યારેક રૂપના અંબાર જેવા રાજા -મહારાજા–શ્રીમંત શાહુકારના રૂપમાં તે બીજા સમયે ગરીબ, દીન, અનાથના અવતારે દુઃખી બને છે. જીવાત્મા જ્યારે સદ્દબુદ્ધિ કે દુબુદ્ધિના વશમાં રહે છે ત્યારે ચારે તરફથી કર્મોની ભરતી થાય છે અને જીવ તેમાં લપટાઈ જાય છે. અશુભ કર્મોને ભેગવટો કરતે આત્મા યદિ સદ્બુદ્ધિવાળો હશે તે અશુભ કર્મોના ભેગવટામાં પણ શુભ કર્મોનું ઉપાર્જન કરશે અને શુભ કર્મોના ભેગવટામાં યદિ તે આત્મા દુબુદ્ધિવશ હશે તે શુભ કર્મોનું દેવાળું કાઢીને ફરીથી પાપકર્મોની ઉપાર્જન કરનારે બનશે.
સંવરધર્મની પ્રાપ્તિ થયે તે જીવાત્માને શુભાશુભ કર્મો અટકી જાય છે. દરવાજો બંધ હોય તે કઈને પ્રવેશ સુલભ નથી બનતે, તેમ સંવર એટલું ઢાકણું, તેની હાજરીમાં અંદરને પદાર્થ બહાર અને બહારને પદાર્થ અંદર આવતું નથી. તેવી રીતે મહાવ્રત, આણુવ્રત-અષ્ટ પ્રવચન માતા, બાર ભાવના આદિથી અશુભ કર્મોને અવરોધ થતાં નવા પાપકર્મો બંધાતા નથી.
બંધઃ -આશ્રવ માત્ર શુભાશુભ કર્મોને ઉપાર્જન કરાવી આપશે, પણ તે કર્મોને આત્મા સાથે દૂધ અને સાકરની જેમ એકાકાર કરવાનું કામ બંધ તત્વનું છે. ઉપાર્જન કરેલા કર્મો જ્યારે ઉદયમાં આવશે ત્યારે ક્યા સ્વભાવે આવશે? કેટલી મર્યાદામાં આવશે? ઉદયકાળમાં તીવ્રતા હશે કે મંદતા ? કર્મોને જચ્ચે કેટલે હશે? એક કીલે ઘાસ પૃથ્વીના વધારે