________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૭
૨૦૫ જીવનની એમર્યાદ, આગમભ્રષ્ટ વિચારણામાં સમ્યકત્વને પ્રવેશ થતાં ઘણા પ્રશ્નો સમાધિત થશે, જે તેફાને ચડેલા આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને મર્યાદિત કર્યા વિના નહીં રહે. - જ્ઞાનાવરણીય કર્મના કારણે જ્ઞાન માત્રામાં વિપરીતતા, મિથ્યાત્વિતા કે સંચયિતા રહેલી જ હોય છે, જેનાથી પ્રત્યક્ષ દેખાતી વસ્તુઓને નિર્ણય પણ યથાર્થ થઈ શક્યું નથી, તે પછી પક્ષ પદાર્થને નિર્ણય શી રીતે થશે? તેથી પ્રત્યેક પ્રસંગને નિર્ણત કરવા માટે કૃતિ(શાસ્ત્ર), યુક્તિ(તક) અને અનુભૂતિ(અનુભવજ્ઞાન) આ ત્રણ માગે છે. તે આ પ્રમાણે
(૧) શ્રુતિ એટલે આગમશાસ્ત્રોમાં જે લખાયેલું છે, તેને તેવી રીતે જ માનવું તે શ્રુતિ છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને પરિગ્રહના ત્યાગની અણિશુદ્ધ પ્રરૂપણું કરે તથા ધર્મ, સંપ્રદાય આદિના નામે પણ તે પાપની સેવા કરવા માટે આજ્ઞા ન આપે તે જિનાગમ-જૈનશાસ્ત્ર કહેવાય છે, જેમાં નકભૂમિ, નારક છે, દેવભૂમિ, દેવ તથા મનુષ્ય અને તિર્યથી પૂર્ણ તથા હીપ-સમુદ્ર, પર્વત, નદી, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને વનસ્પતિથી વ્યાપ્ત તિર્જીકનું યથાર્થ વર્ણન છે, જેમાં પ્રરૂપિત સ્યાદ્વાદ, નયવાદ અને નિક્ષેપાવાદ માનવ માત્રને રાગદ્વેષ રહિત બનાવવા માટે પૂર્ણ સમર્થ છે, જેમાં ધર્મ, સમાજ, દેવ-દેવી પોતાની જીભ લાલસાના કારણે માંસાહાર, શરાબપાન, જુગાર, પરસ્ત્રીગમન, વેશ્યાગમન, શિકાર તથા ચૌર્યકર્મના આચરણ માટે કેઈને એટલે વ્યક્તિ વિશેષને માટે પણ અપવાદ નથી. તે જેનાગમ કેવળી, તીર્થંકર પરમાત્માના પ્રરૂપક હોવાથી તેમાં વર્ણવેલી હકીકતેને સત્યરૂપે માનવી અને જે ન સમજાય તેમાં પિતાના મતિજ્ઞાન, શ્રુતજ્ઞાનની કમજોરી સમજવી.