________________
૨૦૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ વિરોધ કે વિદને આવે છે, તેમાં રાગદ્વેષ, મોહ, માયા, કલેશ, કંકાસ આદિ મૂળ કારણ છે, તેમ સમજીને રાગદ્વેષાત્મક જીવનને બદલવાની ભાવના રાખવી અને પ્રત્યેક પ્રસંગને રાગદ્વેષમાં લઈ જવા કરતાં સરળ અને પવિત્ર માર્ગે લઈ જવા, જેથી મન અને બુદ્ધિનું સમાધાન થશે, જીવન સ્વસ્થ બનશે, ખરાબ પ્રસંગોમાં તમને વધારે હાનિ થશે નહિ અને તમારા જીવનમાં સરળતા અને કમળતા હશે તે સંસારની ગમે તેવી વિકટ સમસ્યાઓથી તમે આબાદ બચી જશે. અન્યથા ગમે તેવા ધમપછાડા પણ તમને મદદ કરી શકશે નહિ, માટે સ્વાથી બનવા કરતાં પરમાથી બનવું, ક્રોધી બનવા કરતાં આનંદી બનવું જેથી તમે આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી બચી શકશે. ધર્મધ્યાનને આ ત્રીજો ભેદ આપણને સમજણ આપે છે કે :માનવ! ગમે તેવા અને ગમે તેટલા વિદનો આવે તેને ધર્મબુદ્ધિથી સમાધિત કરજે જેથી તારા વિરોધીઓ અને સંસારની માયા પણ સરળ બનશે. જેની પાસે કંઈક શક્તિ વિદ્યા કે સુંદરતા હશે તેને જ વિરેધ કરનારા પગલે પગલે મળી આવશે. પણ રસ્તે ચાલતા ભીખ મંગા, અનાથ કે રેગિષ્ટને વિરોધ કરનારા કેઈ દેતા નથી. તેમ સમજીને તારૂં જીવન આનંદી, સરળ અને પવિત્ર હશે તે સંસારની વિકટ સમસ્યાઓ પણ સુસાધ્ય બનશે. સારાંશ કે તારી પવિત્રતા અને સિદ્ધાંતનિષ્ઠતા ઘણઓને સારા માર્ગે લાવનારી બનશે. અન્યથા વિરોધની સામે વિરોધ કરવાથી તમારું જીવન કલુષિત બનશે જેથી તમારી બુદ્ધિ, જ્ઞાન અને વિજ્ઞાન પણ મલિન બનશે.
(૪) સંસ્થાના વિચય સંસારમાં રહેલા અસંખ્ય દ્વીપ, સમુદ્રો અને પર્વતે આદિને વિચાર કરે, જેથી સંસારની અનિત્યતા, અગાધતા, તથા અપાયતાને ખ્યાલ આવશે અને