________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૭
૨૦૩ ડીવાર માટે સમજે કે આ ભવ યદિ કોધ કષાયમાં પૂર્ણ કર્યો અને ફળસ્વરૂપે નરકગતિ તિર્યંચ ગતિના હિંસક પશુપક્ષીના અવતારમાં ગયા તે પાપ કર્મોની માયા એટલી બધી વધી જશે જેથી તે જીવનાં હજારો-લાખે અવતાર બગડવા પામશે અને મનુષ્યાવતાર દુર્લભતમ બનશે. | સર્વે મહાપુરુષોએ, યોગીઓએ તથા શાસ્ત્રોએ મનુષ્ય જન્મને શ્રેષ્ઠ કહ્યો છે, જેમાં બુદ્ધિ અને સદ્વિવેકની પ્રાપ્તિ સુલભ બનવા પામે છે. એકાંતમાં બેસી થોડે જ વિચાર કરી લેવામાં આવે તે માનવ હજારે વિને, દુઃખ અને વિશેમાંથી પોતાની સ્વસ્થતા કેળવીને ધર્મધ્યાનના રસ્તે પિતાના મનને, વાળી શકવા માટે સમર્થ બની શકે છે. આ કારણે જ ધર્મધ્યાનને બીજે ભેદ પ્રત્યેક જીવને સમ્યજ્ઞાન આપતા કહે છે કે -
એ માનવ! આવી પડેલા દુઃખમાં ધીરજ રાખજે. વિયેગાવસ્થાને પરમાત્માને આશીર્વાદ માનજે. રેગ અને વ્યાધિમાં આત્માનું ઉત્થાન તથા વિકાસ માનજે.
બીજાના કરાયેલા અપમાનમાં તારી સહનશક્તિને વધારે માનજે.
કૌટુંબિક અને પારસ્પરિક અસ્વસ્થતામાં સહિષ્ણુ બનવામાં સમ્યગજ્ઞાનની વૃદ્ધિ માનજે. ઉપર પ્રમાણે નિર્ણય કરીને જીવનનું ઘડતર કરવું શ્રેયસ્કર છે, જે વિપાક વિચયની ભાવનાને આધીન છે. - (૩) અપાય વિચય –જીવન જીવવામાં જે અપાય