________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ઉપર જે બતાવ્યા છે તેમાંથી એકાદમાં મન પરોવી રાખવું તે આ ધ્યાનનું પહેલું લક્ષણ છે. જેમકે કઈ જીવ હિંસાનુબંધી કાર્યોમાં તેના ચિંતવનમાં જીવન પૂર્ણ કરે છે, બીજે મૃષાનુ બંધીમાં વ્યસ્ત બનીને જૂઠ-પ્રપંચ-કાવાદાવા, જૂઠી સાક્ષી, જૂઠા સેગન લેવા દેવામાં જીવનધનને બરબાદ કરે છે, ત્રીજો સ્તેયાનુબંધીમાં રચ્યા પચ્ચે, ચેરની દોસ્તી, તેને સહાયતા, માલમાં ભેળસેળ, ખાટા વ્યાજ, જૂઠા તેલમાપ અને બીજા બધા પ્રકારના ચૌર્યકર્મમાં અહોરાત ગળેહુબ રહીને મનુષ્યાવતારથી ભ્રષ્ટ બને છે, ત્યારે કઈ માણસ હિંસાનુબંધી, તેયાનુબંધી અને મૃષાનુબંધી પ્રત્યે બેદરકાર રહીને પોતાની ઈન્દ્રિયને ગુલામ બનીને વૃદ્ધાવસ્થા પર્યત પણ સ્પર્શેન્દ્રિયના સુંવાળા મનગમતા, તથા મનગમતી સ્ત્રીને સ્પર્શીને છેડવા માટે સમર્થ બનતા નથી. જીભ ઇન્દ્રિયના ગુલામ બનીને ખારા મીઠા, ચટપટા, તીખા તમતમતા ભેજન તથા પાનના સ્વાદો છેડવાની ભાવનાવાળે નથી હોતા. આંખ ઇન્દ્રિયની ગુલામીના કારણે અમુકને જોયા વિના કે સાંભળ્યા વિના તેને બીજે ક્યાંય આનંદ મળતા નથી. આ પ્રમાણે વિષયવાસનાને પૂર્ણ ગુલામ હોય, રાત-દિવસ મૈથુનકર્મની વાસનામાં રચે પચ્ચે હોય, તેના જ વિચાર આવતા હોય કે ઉદીર્ણ કરીને વિષયવાસનાના જૂદા જૂદા પ્રકારમાં કે ભગવાયેલા ભેગોની
સ્મૃતિમાં વિષયના કીડાની જેમ એકરસ થઈને જીવન પસાર કરતે માનવ એસન્ન દોષવાળે છે.
(૨) બહુલ દેષ :-હિંસાનુબંધી આદિ ચારે દેશમાં અત્યંત પ્રવૃત્તિવંત હોય એટલે કે હિંસા-જૂઠ ચોરી કે વિષયરક્ષણની પ્રવૃત્તિ સિવાય બીજે ક્યાંય તેનું મનવચન-કાયા સારા કામમાં પ્રવૃત્તિવાળા હોતા નથી. એટલા, કલબ,