________________
૧૯૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ વેદમાં પણ હિંસાના મંત્રે પ્રવેશ કરે છે. કેમકે નિરામિષ ભેજન કરવાવાળા કરતાં માંસાહાર કરવાવાળાઓની સંખ્યા હમેશા વધારે જ હોય છે. ત્યારે જ તે વેદોને આશ્રય કરી કલિપત દેવદેવીઓની આગળ બિચારા, નિરપરાધી મુંગા પ્રાણીઓની હત્યા વધવા પામી છે, જેમાં ઘેટાં-બકરાં–પાડા અને બળદોની હજારે લાખોની સંખ્યામાં ચીભડાની જેમ કાપી દેવામાં આવતાં હતાં, જે માંસાહારીઓને ઈષ્ટ હતું. ત્યાર પછી તે ધીમે ધીમે દેશના ખુણે ખુણે દેવ-દેવીઓને બિરાજમાન કરવામાં આવ્યા અને તેમની સામે તડફડતા, બેં બેં કરતા પશુઓને નિર્દય રીતે મારી નાખવામાં આવતાં.
દેશમાં આવી તંગ પરિસ્થિતિ હોવા છતાં પણ પંડિતેના જોર જુલમના કારણે કેઈને અવાજ કરવા જેવું પણ રહ્યું ન હતું. ત્યારે જૈનશાસને વેદને માનવા ઈન્કાર કર્યો. આજે પણ દયાનંદ સરસ્વતીના અનુયાયીઓ તથા વૈષ્ણ પણ વેદને માનવા છતાં તેમાં રહેલાં હિંસક મંત્રને માનતા નથી, આવી સ્થિતિમાં પણ તેઓ નાસ્તિક નથી કહેવાતા તે જૈનાનુયાયીએને નાસ્તિક માનવામાં વૈદિકે એ ભયંકર ભૂલ ખાધી છે, પરિણામે આખાય દેશ બે સંસ્કૃતિમાં વિભાજિત થયે જેના કડવા ફળ દેશે સારી રીતે ભેગવ્યાં છે. ધર્મના નામે બચારા મુંગા પ્રાણીઓને બે મેતે મારી નાખવા તે ધર્મ શી રીતે હેઈ શકે ? દેવીઓની સામે બલિ ચડાવેલા પશુઓ દેવલોકમાં જાય છે. આ માન્યતામાં ભયંકર અજ્ઞાન જ કામ કરી રહ્યું છે. માળવાના મહારાજા ભર્તુહરિએ ઠીક કહ્યું છે કે “યજ્ઞના કુંડમાં મરાતા પશુઓ યદિ સ્વર્ગ મેળવતા હોય તે સૌથી પહેલા પોતાના પરિજનેને જ હેમી દેવા જોઈએ.”
એકસીડન્ટમાં આવેલા જાનવરને જ્યારે સડક પર તરફડતા