________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૭.
૧૯૩ - જ્યારે દેવી સંપત્તિ સમ્પન્ન, વ્રતધારી હોવાથી અહિંસક, સત્યધમ, ચૌર્યકર્મ રહિત, પરસ્ત્રી ત્યાગી અને પરિગ્રહને પણ મર્યાદિત કરનાર હોવાથી સંસારને મિત્ર છે, માટે દેવ છે. વેદને જેનો શા માટે નથી માનતા?
આ સંસારમાં આદિ માનવ ઋષભદેવ થયા છે, જે ત્રણ જ્ઞાનથી યુક્ત, મહા તેજસ્વી, ઓજસ્વી અને અદ્વિતીય પરાક્રમી હોવાના કારણે માનવધર્મને પ્રચાર અને તે સમયના બધાય યુગલિકને માનવધર્મના ઝંડા નીચે લાવવાનું ભગીરથ કાર્ય કર્યું હતું. તેમને બધીય જાતની શિલ્પકળાઓ, ન્યાયનીતિઓ અને રાજધર્મ તથા પ્રજા ધર્મનું શિક્ષણ આપ્યું હતું માટે સૌને પિતામહ જેવા હતાં. ભરત ચક્રવતી અને બાહુબલી, બ્રાહ્મી તથા સુંદરી આદી સંતાન હતાં. સમય જતાં તે સંતાનને અમુક અમુક દેશનું રાજ્ય આપી ભરત ચક્રવર્તીને અયોધ્યાનું રાજ્ય આપ્યું અને પોતે રાજપાટ, ધનવૈભવ, પુત્ર પુત્રીઓ આદિ પરિવારને જ્ઞાનપૂર્વક અને સમજદારી. પૂર્વક સ્વેચ્છાએ ત્યાગ કર્યો અને આ દુનિયાના આદિ મુનિ થયા, ઘેર તપશ્ચર્યા કરીને કેવળજ્ઞાનના માલીક બન્યા તેથી આદિ તીર્થકર, આદીશ્વર અને આદિનાથના નામે પ્રસિદ્ધ થયાં. સમવસરણમાં બિરાજમાન થઈને દેવ-દેવેન્દ્ર દેવીઓ, ઈન્દ્રાણીઓ તથા રાજા-મહારાજાઓને જે ઉપદેશ આપે તેને ભરતરાજાએ શબ્દોમાં ગૂંચે જે વેદના નામે પ્રસિદ્ધ થયે.
જ્યાં સુધી તેમાં અહિંસાદિના મંત્ર હતાં ત્યાં સુધી તે વેદ સૌને માટે માન્ય રહ્યાં. સંસારમાં અહિંસાધર્મ અને તીર્થ. કરે જેમ અનાદિકાળથી છે, તેમ હિંસાકર્મ તથા તેના પ્રચારકે પણ અનાદિકાળના છે. જ્યારે જ્યારે તે હિંસક વર્ગનું જેર વધે છે ત્યારે સર્વત્ર હિંસાનું તાંડવ નૃત્ય દેખા દે છે અને