________________
૧૯ર *
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
“ પર દ્રોહી પર દાર રત, પર ધન પર અપવાદ
તે નર પામર પાપમય, દેહ ધરે મનુજાદ.”
એટલે કે મનુષ્યાવતાર જેવા પવિત્ર જન્મને પામીને પાપ અને મેહબુદ્ધિથી પારકાને દ્રોહ કરનાર, પરસ્ત્રીનું હરણ કરનાર, પરધન(પારકાના દ્રવ્ય ઉપર)ને પચાવી જનાર, કે પારકાની નિંદા કરનાર સિવાય બીજો રાક્ષસ કેણ? તુલસીદાસજી કહે છે કે પાપકમી આત્માઓ જ રાક્ષસ તુલ્ય કે રાક્ષસ જ છે. વકરેલે વાઘ, દીપડો, કાળે નાગ કે શિકારી પશુ માનવ સમાજનું જે નુકશાન કરે છે તેનાથી હજારે ગુણા નુકશાન કરનાર પાપકમી આત્મા છે જે આજે પણ આપણે પ્રત્યક્ષ અનુભવી રહ્યાં છીએ; માટે મનુષ્ય સૃષ્ટિમાં પાપી તથા ગુરુ વિનાને આગુર રાક્ષસ છે. તેમાં પણ અગુર (નગુર) વધારે ખતરનાક હેવાથી જ કહેવાયું છે કે –
“નગુર કઈ મત મિલે, પાપી મલે હજાર;
એક નગુરવા કારણે પાપી બને હજાર.”
અર્થાત્ જેના માથા ઉપર ગુરુ ન હોય તે નગર, પંડિત હય, મહાપંડિત હોય, સંન્યાસી હેય, રાજનૈતિક હોય, રાજ્ય સંચાલક હોય, શેઠ હેય કે શ્રીમંત હોય તે બધાય પોતાના વ્યક્તિત્વને માટે, કુટુંબને માટે, ગામને માટે, ધર્મને માટે, કે દેશને માટે પણ ઘણા જ ખતરનાક નીવડયાં છે, કેમકે તેમના આત્મા ઉપર કંટ્રોલ કરનાર કેઈન હેવાથી તેમને રૌદ્રધ્યાનમાં પ્રવેશ કરતાં વાર લાગતી નથી અને રૌદ્રધ્યાનને માલિક જૂઠો છે, ચેર છે, દુરાચારી છે અને આખાય સંસારને ભૂખે મારી પતે શ્રીમંત બનવાની ભાવનાવાળે હવાથી બેશરમ છે માટે રાક્ષસ છે.