________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૭
૧૯૧ પુત્રે ઉપરાંત બીજા માણસે પણ હતાં. વસિષ્ઠ આદિ મહર્ષિએ માંસાહારના રડાના તથા જનક રાજર્ષિ જેવા શાકાહાર રસોડાના અતિથિ હતાં. આનાથી આપણે બરાબર જાણું શકીએ છીએ કે આ બધા મૂક પ્રાણીઓ યજ્ઞકુંડમાં મરાતા હતાં, તે હિંસક યજ્ઞકું ને સમજુતિપૂર્વક, તથા બળપૂર્વક રાજા રાવણે બંધ કરાવ્યા છે, માટે આવા અહિંસક રાવણ રાજાને રાક્ષસ શી રીતે કહેવાય? તથાપિ રામાયણમાં તથા પુરાણમાં રાવણનું ચિત્રણ રાક્ષસરૂપે કરાયું છે.
ભારત દેશના ક્રમશઃ થયેલા નૈતિક અધઃપતનમાં આ સંપ્રદાયવાદ, ધર્મવાદો કે ક્રિયાકાંડવાદે પણ મૌલિક કારણ બન્યા છે, તે એક કટુ સત્ય હકીકત છે. આ પ્રમાણે ધર્મના નામે, ક્રિયાકાંડેના નામે લડતી-ઝઘડતી ભારત દેશની પ્રજા કોઈ કાળે દેશના હિતને માટે પણ ભેગી થઈ શકી નથી, થઈ હોય તે મહા પંડિતેના વિરોધના અભિશાપે સંગઠિત થઈ નથી. આમ લડતી–લડાવતી, ઝઘડતી-ઝઘડાવતી દેશના ચારે આશ્રમે તથા ચારે વણેની જનતા સર્વથા કમજોર થતી ગઈ. ફળ સ્વરૂપે ભારતની પ્રજા સુરા (શરાબ) સુંદરી (પરસ્ત્રી) અને શિકાર જેવા મહાભયંકર વ્યસનેમાં સપડાતી ગઈ અને પિતાના હાથે પિતાનું હીર-નૂર–તેજ-વર્ચસ્વ, યશ અને આજના હાસ કરતી ગઈ.
ત્યારે રાક્ષસ કેણ?
આ તથ્યને યથાર્થ નિર્ણય જૈન ધર્મનુયાયીઓની જેમ અહિંસાધર્મના પ્રેમી, દયાપૂર્ણ, મહાસંત તુલસીદાસજીએ પણ પોતાની રામાયણમાં કર્યો છે. તે આ પ્રમાણે –