________________
૧૯૦
શ્રી ભગવતી સૂત્ર સાર સગ્રહ
નથી. કેમકે દેવયાનિનુ` શરીર માનવ શરીરને સવથા પ્રતિકૂળ હાય છે તેમજ માનવ કરતાં દેવનુ' પુણ્યક્રમ ઘણું હાવાથી બન્નેનુ' પરિણય ( લગ્ન ) ખની શકતું નથી. બેશક ! પૂર્વભવની સયમ આરાધનાના કારણે જખદસ્ત પુણ્યકને ઉપાર્જિત કરેલા મુનિઓ, મહામુનિઓ, તપસ્વીઓ, ચક્રવર્તી એ, વાસુદેવે કે બીજા કોઈ ભાગ્યશાળીની સેવામાં રાક્ષસ, કિન્નર, ભૂતપ્રેત આદિ યાનિના દેવા રહેતા હાય છે, તે મનવા જોગ છે. અથવા પૂર્વભવના અત્યધિક વૈરાનુબંધથી પ્રેરાઇને કોઇ રાક્ષસદેવ મનુષ્યને હેરાન પરેશાન કરે તે પણ શકય છે.
રાવણ કાણ હતા ?
**
જૈન શાસનના અનુસારે રાવણ વિદ્યાધર હતા જ, રૂપરૂપના અવતાર હતા, હજારે પ્રકારની વિદ્યાએને સાધક હાવાથી તે વિધાધર કહેવાયા છે અને શ્રાવકધી પરમાત જૈન હાવાથી અહિંસા ધર્મના મહાન પ્રચારક હતા. પેાતાની રાજ્યસત્તા દરમ્યાન સેકડા, હજારા યજ્ઞકુંડાને શાન્ત કરાવ્યાં હતાં કેમકે તે સમયે “ વૈવિત્ત્તિા સિા હિંસા ને મતિ ’એટલે કે વેદોના મંત્રાચ્ચારપૂર્ણાંક દેવદેવીઓની સામે સેકડો, હજારોની સંખ્યામાં ઘેટા, અકરા, પાડા, ગાય, ખળદ, કુકડા, આદિ મૂક પ્રાણીઓને તથા ખત્રીસ લક્ષણવાળા ખાળકોને બલિની વેઠ્ઠી પર ચડાવવામાં અને ક્રૂર રીતે મારી નાખવામાં આવતાં હતાં. તેમના માંસથી રાંધેલેા આહાર જેમને પીરસવામાં આવતા હતા તેઓ આરામથી તેમનુ' ભજન કરી મસ્ત બનતાં હતાં. ભવભૂતિના ઉત્તર રામચરિત્રમાં રામચંદ્રજીના પુત્ર લવ તથા કુશને જનાઈ દેવાના અવસર હતા ત્યારે વાલ્મીકી ઋષિને ત્યાં એ રસાડા હતાં જેમાં એક માંસાહારના હતા, અને બીજો શાકાહારનો. હજારોની સખ્યામાં ઋષિ, મહર્ષિઓ, તેમના