________________
શતક ૨૫મુ : ઉદ્દેશક-૭
૧૮૯
રૌદ્રધ્યાનનુ પરિણામ છે. આ ચારે પ્રકારના માનવા પેાતાના માનવાવતારમાં માનવતા કે દૈવી તત્ત્વને આજીવન મેળવી શકતા નથી.
ઉત્તરાધ્યયન સૂત્રાનુસારે માનવતા-શ્રુતિ-શ્રદ્ધા અને પાપાના પરિહારરૂપ સંયમમાં વીયતા દુલ ભતમ છે. આ ચારે કારણેામાં પૂર્વ પૂર્વની હાજરીમાં જ ઉતરતત્ત્વની પ્રાપ્તિની સંભાવના છે. જેમકે પાપમાર્ગાના ત્યાગપૂર્વકની માનવતા યદિ પ્રાપ્ત ન થઇ હોય તેા ધમ શ્રવણ તેના ભાગ્યમાં કયાંથી આવશે ? તે વિના ધમ તત્ત્વ પ્રત્યે શ્રદ્ધા કયાંથી લાવવાના? અને તે વિના આત્મ જીવનમાં સંયમ માટેની પરાક્રમિતા બુદ્ધદેવના શૂન્યવાદ જેવી જ રહેશેને ? તેથી માનવતા પ્રાપ્ત કરવા માટે પાપ માર્ગોના પરિહાર સથા અનિવાય છે. અન્યથા દાનવતા જ ભાગ્યમાં રહેશે.
માનવાવતારમાં રાક્ષસ હાતા હશે ?
ઇતિહાસ, પુરાણ, લેાકવાર્તાઓ કે કાવ્યેામાં પણ આપણે સૌ વાંચતા સાંભળતા આવ્યા છીએ કે કાળાર`ગના, સિંઘડાવાળા, અઘારી જેવા વાળ, દાંત, નખ, પગ અને હાથવાળા, અત્યન્ત ક્રૂર, નિર્દયી અને ભયાનકમાં ભયાનક રાક્ષસો સ’સારમાં હાય છે. રામાયણ, મહાભારતકાળમાં રાક્ષસા હતાં, રામચન્દ્રજીની ધર્મ પત્ની સીતાને રાક્ષસ ઉપાડી ગયા. ભીમ એક રાક્ષસની છોકરીને પરણ્યા અને તેનાથી ઘટોત્કચ નામે પુત્ર થયા ઇત્યાદિ વાતામાંથી રાક્ષસેાની વિદ્યમાનતામાં સૌ કોઇનું મન હકારાત્મક રૂપે સાક્ષી આપે છે. ત્યારે સસારના યથાર્થ સ્વરૂપને પ્રરૂપિત કરનાર જૈન શાસન કહે છે કે રાક્ષસ માનવયેની નથી પણ દેવયાની છે. દેવ અને મનુષ્ય સાથે રહેતા નથી, પરણતા