________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૭
૧૮૫
વિના રાત્રે ખાર વાગ્યે ખાધેલા પાંઉભાજી, રસ્તા ઉપર ઉભા ઉભા ખાધેલા ખટાકા વડા, દહીંવડા, પાણી અતાસા, અને ભેળસેળ આદિના સ્વાદાના વિયાગ થતા રડે છે, નિસાસા નાખે છે; ત્યારે થર્મોમિટર લગાવી લેજો કે આ માનવ આતધ્યાનના છેલ્લા પગથિયા પર આવી ચડ્યો છે અને તિર્યંચ અવતારને પામવાની તૈયારી કરી રહ્યો છે.
રોદ્રધ્યાન :-આ ધ્યાનમાં મૃત્યુ પામતા માનવને નરક ગતિમાં જતાં રોકવાની તાકાત કેઇની પાસે નથી; કેમકે આ ધ્યાનના પરિણામે બીજા હજારો-લાખા જીવાત્મા સાથે વૈર બંધાયા વિના રહેતું નથી અને નિકાચિતરૂપે બંધાયેલા વૈર વિરાધને ભાગવવાને માટે નરકગતિ સિવાય બીજો કચો માત્ર ? શાસ્ત્રાધારે આ ધ્યાનનું સ્વરૂપ આ પ્રમાણે છે :(१) रोद्रयतीति रौद्रं रिपुजन महारण्यान्धकारादि तदर्शनाઘુમવો યિતા વ્યવસાયો સોવિ રૌદ્રઃ અનુ. ૧૩૫)
પ્રત્યેક પ્રસંગે જે મીજાને રાવડાવે તેને રૌદ્રધ્યાન કહેવાય છે. શત્રુઓની વચ્ચે રહેતા, વનવગડામાં ભટકતાં કે અંધકારાદિમાં ફસાઈ જતાં માનવના મન વિકૃત મને, બિહામણા બને, તથા અત્યંત ભયગ્રસ્ત બનીને ચહેરા ઉપર રુદ્રતા આવે તે રૌદ્રધ્યાન છે.
(२) रोदयति- अतिदारुण तथा अश्रूणि मोचयतीति रौद्रम् ( અનુ. ૧૩૫) માનસિક, બૌદ્ધિક, વાચિક અને કાયિક વ્યાપારોમાં દુષ્ટઅસદાચારી તથા ગંદું તત્ત્વ હોવાના કારણે ચારે બાજુથી ભયભીત બનેલા જીવાત્મા અત્યંત દારુણુરૂપે રાવે છે, બીજાઆને રાવડાવે છે અને વારવાર આંસુ ટપકાવે છે. તે રૌદ્રધ્યાનના કારણે અને છે.