________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૭ અમારા વીર્ય રાજાને નાશ કર્યો, સર્વથા નાશ કર્યો અને આ ભયંકર અસાધ્ય રોગોમાં અમે જાણી બુઝીને ઘેરાઈ ગયા છીએ. હવે અમારું શું થશે? અમને કેણ બચાવશે? ડોકટરને કાલાવાલા કરે છે પણ વીર્યશક્તિથી ખતમ થયેલા માનને ડેકટરે બિચારા શી રીતે બચાવશે? આ પ્રમાણે ભયંકર આર્તધ્યાનમાં મરીને તથા મનુષ્ય જન્મની બાજી હારીને દુર્ગતિના શિકાર બને છે ?
(૪) ભરજુવાનીની ગદ્ધા પચ્ચીસીની ઉમરમાં પાપપુણ્યને ખ્યાલક્યા વિના, નાચનારીઓના, વારાંગનાઓના, અભિનેત્રી એના સાંભળેલા સંગીતે, ગાયને, તેમના પાયલ( ઝાંઝર)ના ઝણકાર ભરેલા શબ્દો, ટેસ્ટપૂર્વક ચાખેલા, ખાધેલા અને પેટ ભરીને આગેલા જૂદી જૂદી જાતની રસવતીઓના રસાસ્વાદ, તે રાકને પચાવવા માટે હજાર રૂપિયા ખર્ચીને સેવેલા રસ, રસાયણે, તથા જીભને મજા આવે તેવા આઈસક્રીમ, દ્રાક્ષાસ, શરાબની બેટલે, હીનાના, ગુલાબના ને કેવડાના સૂ ઘેલા અત્તરે, હજારો લાખ રૂપિયાની પરવા કર્યા વિના માણેલા મનગમતી સ્ત્રીઓના સ્પર્શના ભેગ વિલાસને વિગ થવા ન પામે, પિતાના સુખો આંખથી ઓઝલ થવા ન પામે, તે માટે જ પરમાત્માને, દેવદેવીઓને તથા સાધુસંતોને પ્રાર્થના કરતા કહેશે કે હે દેવ! હે ગુરો! મારા સુખને કાયમ રાખજે, મારી શ્રીમંતાઈ આબાદ રાખજે, મને રેગરહિત બનાવજે. આ પ્રમાણે તેમના કાલાવાલા કરતે તે માનવ પિતાના સુખને, સુખેના સાધનને રતિમાત્ર વધે ન આવે તે માટે જ પ્રયત્નશીલ રહેશે અને આર્તધ્યાનમાં જીવન યાપન કરશે.