________________
૧૮૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ (૩) રેગાદિની પ્રાપ્તિ થતાં તેને નાશ કે વિયેગની ઈચ્છા કરતે માણસ સારા નરસા, હિંસક ઉપાયની તપાસ કરવામાં જ દત્તચિત હોય છે. પરિગ્રહ વધારવાના રસિયા માનવે વ્યાપાર રોજગારમાં બધીય જાતના જૂઠ, પ્રપંચ, બનાવટી તેલ-માપ, વ્યાજના ગોટાળા, માલમાં ભેળસેળ આદિ પાપને કરી પૈસા ભેગે કરે છે અને રોગિષ્ટ બને છે. તે રેગેને નાબૂદ કરવા માટે રસે-રસાયણ, વાજીકરણ, પંચેન્દ્રિય છના કલેજા અને ચરબીથી બનેલી વિટામિન ગળીઓનું ભક્ષણ કરશે અને આ પ્રમાણે પાપના પૈસાને ફરીથી પાપમાં નાખી કુદરતને બેવડે માર ખાવા માટે તૈયાર રહેશે; પરંતુ નિર્દોષ-સર્વથા નિર્દોષ અને વ્યાપારમાં કરેલા પાપને બેવડાવવા માટે પૂર્ણ સમર્થ ઉપવાસ, ઉદરી આદિ તપેધમની આરાધના કરવા તેઓ ક્યારે પણ તૈયાર થઈ શકે તેમ નથી. ફળ સ્વરૂપે “હાથના કીધા હૈયે વાગ્યા” એ ન્યાયે હાથે કરીને ઉપાર્જિત કરેલા રોગ-શેક, વ્યાધિ-ઉપાધિ આદિને ભેગવનારા બનશે અને તેમની નાબૂદી કરવા માટે સર્વથા અવળા રસ્તા સ્વીકારીને જીવનને ધૂળધાણી કરશે, સત્કર્મોને ખાખ કરશે, ફળ સ્વરૂપે તેમના ભાગ્યમાં આર્તધ્યાનને આ ત્રીજે ભેદ જ શેષ રહેશે, જે તિર્યંચ ગતિ સિવાય બીજી સદ્ગતિને આપી શકે તેમ નથી. કેન્સર, ડાયાબીટીસ, બ્લડપ્રેસર, હાર્ટએટેકમાં રીબાતા માનવેને અથવા હોસ્પીટલના ખાટલે મૃત્યુના ભયને પામી સમાતીત મસ્ત બનેલાઓને તમે કદી જોયા છે? જેવા પ્રયત્ન કર્યો છે? દુઃખથી રીબાતા તેમના શબ્દો તમે સાંભળી શક્યા છે? રતા રતા અને પડખા ફેરવતા ફેરવતાં તેઓ કહે છે કે અમારા પાપે, વ્યભિચારે, દુરાચારેએ અમને સર્વથા બરબાદ કર્યા છે, ગંદા મિત્રે, ગંદુ સાહિત્ય, નાટક સિનેમાઓ જોઈ જોઈ અમે