________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૭
૧૮૧ પ્રસન્ન થયેલા માણસે મળેલા તે વિષને જીદગી એટલે કે, અણગમતી ભેગ્ય તથા ઉપગ્ય વસ્તુઓને સંગ તથા મનગમતી વસ્તુઓને વિયેગ કેઈને ગમતું નથી તેથી અણગમતા પદાર્થોને સંગ દૂર કરવા માટે અને મન ગમતી વસ્તુઓને અભાવ ન થાય તે માટે હજારે પ્રકારના પ્રયત્ન કરતાં જીદગી પૂર્ણ કરે છે. આવા આર્તધ્યાની માનવોને ગુરુઓના વ્યાખ્યામાં આવવાને રસ નથી. તીર્થંકર પરમાત્માઓની આંખ સાથે આંખ મેળવવા જેટલે સમય નથી. ઘરમાં ધર્મના પુસ્તકે રાખીને ઘડી બેઘડી સ્વાધ્યાય કરવામાં તેઓ માનતા નથી. જપમાળામાં તેમને આનંદ આવતું નથી. પ્રભુભક્તિના સંગીતમાં બેસવા માટે તેઓ તૈયાર નથી. દાન પુણ્યને તેઓ ધતિંગ માને છે. પણ..... સાંભળવામાં આવે કે અમુક સ્થળે વાસક્ષેપ ક્ષેપક બિરાજમાન છે તે બધુય છોડીને માથું ઝૂકાવીને તથા સ બસે રૂપીયા ચરણમાં મૂકીને પણ વાસક્ષેપ નખાવવા માટે તૈયાર છે. નાકેડાના ભેરૂજીને, વાલકેશ્વર કે નરેડાની પદ્માવતીને નાળીયેરની માળા બાંધવા માટે તેમના ગજવામાં પૈસા છે, દુનિયાભરના દેવીઓ દેવેને ધૂપ-દીપ કરવા માટે પણ તેઓ તૈયાર છે. આ બધાય આર્તધ્યાનના લક્ષણો છે કેમકે તેઓ કદિ સમજી શકવાના પણ નથી કે મનગમતી વસ્તુઓ મળવાના મૂળમાં પૂર્વભવનું પુણ્ય અને અણગમતી વસ્તુઓ મળવાના મૂળમાં પૂર્વભવનું પાપ કામ કરી રહ્યું છે. માટે તે પુણ્યને વધારવા માટે દેવગુરુ ધર્મનું આરાધન અને પાપથી મુક્ત થવામાં તપ, જપ, ધ્યાન, દાન પુણ્ય આદિ સત્કર્મને કરવા સિવાય પુણ્ય સ્થિર રહેતું નથી અને પાપને નાશ થતું નથી, પરંતુ અજ્ઞાનવશ બનેલા આત્માઓ અવળે રસ્તે ચઢીને ફાંફાં મારશે અને આર્તધ્યાનમાં જીવન પૂર્ણ કરશે.